Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

વાયુ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને કચ્છના દરિયાકાંઠે ટકરાશે

તીવ્રતામાં ઘટાડો: સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોરમમાં ફેરવાયું

અમદાવાદ: વાયુ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો છે. વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્વિમમાં 480 કિમી દૂર.છે સોમવારે 17 જૂને રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને કચ્છના દરિયાકિનારે ટકરાશે. 

વાયુ  વાવઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોરમમાં ફેરવાયું છે. 17 જૂનની મધરાત્રે આ વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે.

  આગામી 12 કલાકમાં સાયક્લોન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવાઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે. વાયુ પ્રતિકલાક 8 કિમી ની ઝડપે આગળ વધી રહ્યું છે

(10:18 pm IST)