Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ગોંડલના મોવિયા ખાતે કાર પલ્ટી ખાતાં બે યુવકના મોત

મોવિયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે અક્સ્માત : ઇજાગ્રસ્ત થયેલા યુવકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા : ગોંડલ પોલીસની સમગ્ર મામલામાં તપાસ

અમદાવાદ, તા.૧૬ : ગોંડલ તાલુકાના મોવીયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ગત મોડી રાત્રે એક કાર પલ્ટી મારી જતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ યુવકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવને પગલે ખાસ કરીને બે યુવકોના ઘટનાસ્થળે જ મોતના સમાચાર જાણી સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં, આ અકસ્માતનો ભોગ બનેલાં તમામ યુવકો ગોંડલના હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં મયંક માલવીયા અને અર્જુન દુધરેજીયા નામના યુવકોનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, જયારે આ ગમખ્વાર અક્સ્માતમાં વિજય રામાણી, સાગર વિરડીયા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને બે યુવકોના મોતને લઇ સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. સ્થાનિક પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

(7:48 pm IST)
  • દેશમાં આજની તારીખે ૪૩ ટકા વરસાદની ખાધ : ૨ થી ૩ દિવસમા જ નૈઋત્યનું ચોમાસુ આગળ વધવાની સંભાવના access_time 5:47 pm IST

  • વરસાદના લીધે મેચ રોકી દેવામાં આવ્યો : 35 ઓવરનાં અંતે પાકિસ્તાનના 166 રન અને 6 વિકેટ ગુમાવી : હવે જો 15 - 20 મિનિટમાં વરસાદ બંધ થાય તો પાકિસ્તાનનો દાવ આગળ વધી શકે, નહિતર મેચની હાર - જીત "ડકવર્થ લુઈસ"ના નિયમ મુજબ નક્કી કરવામાં આવશે તેમ જાણવા મળે છે. કોઈ પણ સ્થિતિમાં અત્યારે ભારત ખુબજ મજબૂત સ્થિતિમાં છે. access_time 10:53 pm IST

  • રાજકોટ કોર્ટ પરિસરમાંથી ફરાર થયેલો કુખ્યાત મેહબૂબ ઉર્ફે મેબલો કાથરોટીયા ઝડપાયો :રાજકોટ કોર્ટ પરિસરમાંથી ભાગી ગયેલો કુખ્યાત મહેબૂબ ઉર્ફે મેંબલાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો :આરોપી મેંબલા ઉપર 12થી વધુ ગુન્હા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે access_time 5:57 pm IST