Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

થાનમાં ઉદ્યોગપતિ પાસે રૂ. ર લાખની ખંડણી માંગનાર એક શખ્સ પકડાયો

થાન/વઢવાણઃ થાનમાં તરણેતર બાયપાસ રોડ પર આવેલી એપલ સિરામીક નામની ફેકટરીમાં બપોરના બાઇકમા ત્રણ શખ્સો ઘસી આવ્યા હતા અને ફેકટરી માલિક દિલીપ જેરામ મુલીયા પાસે રૂ. ર લાખની ખંડણીની માંગણી કરી હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આથી માલિક દિલીપ મુલીયાએ ઇન્કાર કરતા  ત્રણેય શખ્સો ઉશ્કેરાયા હતા અને ધમકી આપી હતી.

આ અંગે પોલીસને જાણ કરવામા આવતા ખંડણીખોર મેહુલ લાલજી પારધી સહિતના ત્રણેય શખ્સો નાસી છૂટયા હતા. અને પોલીસે પીછો કરી મેહુલ લાલજી પારઘીને ઝડપી લીધો હતો. પોલીસે ફેકટરી માલિક દિલીપ મુલીયાની ફરીયાદ પરથી ગુનો નોંધી મેહુલ લાલજી પારઘીની ધરપકડ કરી હતી અને અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.

(1:06 pm IST)