Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રોહિસાના દરિયામાંથી યુવાનની લાશ મળી

ઉના/રાજુલાઃ  જાફરાબાદ  તાલુકાના રોહિસા સગામે દરિયા કિનારેથી યુવાનની લાશ મળી આવી હતી. જાફરાબાદના મરીન પોલીસને જાણ થતા ઘટના સ્થળે જઇ તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક ઉનાના રાજપરા (સૈયદ) ગામના અરજણભાઇ બાબુભાઇ પરમાર હોવાનું ખુલ્યું હતુ. તપાસ કરતા ગઇ તા. ૧ર ના બોટ ડૂબી ગઇ હોય તેને બચાવવા ગયા બાદ મૃતક લાપતા બન્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:05 pm IST)