Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે અમરેલીમાં: સત્કાર ટિફિન મિટિંગ યોજશે

રાજુલાઃ તા. ૧૬ ને રવિવારે  કેન્દ્રીમંત્રી પરસોતમ રૂપાલા અમરેલીમાં ટિફિન મિટિંગ યોજાનાર હોય ભાજપ છાવણીમાં જબરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

સતત બીજી વખત કેન્દ્રીય મંત્રી બનીને પરસોતમભાઇ રૂપાલા પહેલી વખત અમરેલીમાં આવી રહ્યા હોય, ભાજપ અગ્રણીઓ, આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો છે.

અમરેલીની વડી અને ઠેબી વચ્ચે આવેલ રામાણી ફાર્મ ખાતે રૂપાલા ટિફિન બેઠક યોજાશે. આ તકે દિલીપભાઇ સંઘાણી અને નારણભાઇ કાછડીયાનું પણ સન્માન કરાશે.

(1:00 pm IST)