Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

જામકંડોરણાના ધોળીધાર ગામ પાસે એસ.ટી. બસે પલટી ખાધી

જામકંડોરણાથી આઠ કિ.મી. દુર ગોંડલ રોડ ઉપર ધોળીધાર ગામ પાસે ગઇકાલે ગાંગરડી-ઉપલેટા રૂટની એસ.ટી બસ ધોળીધાર ગામ પાસે ગોળાઇમાં વીજ પોલ સાથે અથડાઇ રોડથી નીચે પલટી મારી ગઇ હતી. આ બસમાં સવાર મુસાફરોમાંથી ૧૭ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં જામકંડોરણા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ , સદનસીબે આ અકસ્માત સમયે વીજ લાઇન અચાનક બંધ થતા મોટી જાનહાની અને અકસ્માત થતાં અટકયો હતો, અને  સદનસીબે બસમાં સવાર પેસેન્જરોને નાની મોટી સામાન્ય ઇજાઓ સિવાય કોઇ જાનહાની થઇ નથી. તે તસ્વીરમાં પલટી મારી ગયેલ બસ નજરેપડે છે. (તસ્વીર મનસુખભાઇ સી. બાલધા)

(11:29 am IST)