Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમરેલી જિલ્લામાં કોંગ્રેસે બોલાવ્યો સપાટો : પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા અમરેલી જિલ્લાની 3 પાલિકાઓના 22 સભ્યોને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ : કાર્યકરોમાં મચ્યો ખળભળાટ

અમરેલીઃ હાલમાં નગરપાલિકાના પ્રમુખોની યોજાયેલી ચૂંટણીમાં અમરેલિ જિલ્લામાં કોંગ્રેસના સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આજ કારણે અમરેલી જિલ્લામાં કોંગ્રેસે પોતા પાસે રહેલી નગરપાલિકાઓ ગુમાવવાનો વારો આવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના જ ઘરમાં ગાબડૂં પડતા કોંગ્રેસ એક્શનમાં આવી હતી. 

આ કાર્યવાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાની 3 નગરપાલિકાના કોંગ્રેસના 22 બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ છે. જેમાં અમરેલી નગરપાલિકાના 15, સાવરકુંડલાના 4 અને બગસરાના 3 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ 22 સદસ્યોના પાલિકાનું સભ્ય પદ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના આવા કડક પગલાથી કોંગ્રેસી કાર્યકરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(8:26 pm IST)
  • નિતી આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજે ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચ્યા છે. આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી, તામિલનાડુના ચંદ્રાબાબુ નાયડુ અને કેરળના મુખ્યમંત્રી પી. વિજયને ઉપરાજ્યપાલ અનિલ બેજલને પત્ર લખીને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવાની પરવાનગી માગી હતી, જેઓ ઘણા દિવસોથી ઉપરાજ્યપાલ નિવાસસ્થાને ધરણા પર બેઠા છે. આ બાબતે ઉપરાજ્યપાલ અનિલભાઈ બેજલે આ ચારેય મુખ્યમંત્રીઓને પરવાનગી આપી ન હતી, જેના લીધે મમતા બેનરજી સહિતના ચારેય મુખ્યમંત્રીઓ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી, તેમના પરિવારજનોને મળ્યા હતા. આ સમયે મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે આ ઘટના સંવેધાનિક સંકટ સમાન છે. આ બાબત પછી રાષ્ટ્રીય રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. access_time 11:04 pm IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડની કિયા સુપર ટી-20 લીગમાં ભાગ લેશે. મહત્વનું છે કે, 22 જુલાઈથી શરૂ થઇ રહેલી આ ટી-20 લીગમાં રમનારી સ્મૃતિ પહેલી ભારતયી મહિલા ખેલાડી બનશે. તેણીએ આ લીગમાં વેસ્ટર્ન સ્ટ્રોમ સાથે કરાર કર્યો છે. સ્મૃતિએ આ અંગે કહ્યુ કે, "આ ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર મને ગર્વ છે." access_time 1:02 am IST

  • અંબાજીમાં પ્લાસ્ટીકના પાઉચ ઉપર પ્રતિબંધ : ભાદરવી પૂનમના મેળામાં પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરી શકાય access_time 5:54 pm IST