Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

લીલીયાઃ કાઠીયાવાડી સવાણી ફાર્મની કેસર કેરીનો સ્વાદ બ્રિટનના રાજવી પરિવારે માણ્યો

લીલીયા તા. ૧૬ :.. સાવરકુંડલા તાલુકાના નાનકડા એવા મોટા ભએદ્રા ખાતે આવેલ આવેલ સવાણી ફાર્મ હાઉસની આર્ગોનીક કેસર કેરી રાજાપુરી કેરીનો સ્વાદ ભારત સહિત અમેરિકા દક્ષિણ કોરીયા સહિતના દેશના લોકો માણી રહ્યા છે.

તેવા સમયે તાજેતરમાં સવાણી ફાર્મના માલિક મધુભાઇ સવાણીના પુત્ર હાલ અમેરિકા રહેતા ડો. ભાસ્કરભાઇ સવાણીએ ન્યુયોર્ક ખાતે બ્રિટનની રાણી એલીઝાબેથની પુત્રવધુ અને પ્રિન્સ આડ્રુની ધર્મપત્ની રોયલ ફેમીલીના સારાહ ફરગ્યુસન ડચીજ ઓફ યોર્ડ ને આપણી કાઠીયાવાડી અને આપણી ધરતીની કેસર કેરીનો સ્વાદ ચખાડયો હતો. સારાહ ફરગ્યુસને આપણી કેસર કેરીનો સ્વાદ માણી ખુબજ પ્રભાવીત થયા હતાં.

સવાણી ફાર્મની કેસર કેરી, રાજાપુરી કેરી વિશ્વમાં સવાણી ફાર્મ એ આપણા જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે. તેવા સમયે આપણા દેશના સત્તાધારીઓ આપણી રીયલ બ્રાન્ડને વિશ્વના ફલક પર લઇ જવા હમેંશા નિષ્ક્રીય અને અસફ રહે છે.

જયારે વિદેશીઓ વિશ્વમાંથી રીયલ બ્રાન્ડ એમના દેશના લોકો સુધી પહોંચાડવા હમેંશા પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે. આપણા દેશના સત્તાધારી એ આપણા દેશની રીયલ બ્રાન્ડને વિશ્વના ફલક પર લઇ જઇ આપણા ખેડૂતો - વેપારીઓને પુરતી આમદની અપાવવા પ્રયાસ કરે તેવું ડો. ભાસ્કર સવાણીએ માંગણી કરી છે. (પ-ર૪)

(4:36 pm IST)