Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જામનગરમાં ટ્રકે બાઇકને હડફેટે ચઢાવતા બાળકનું મોત

જામનગર તા. ૧૬ : અહીં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સંતોષ બિશુનભાઈ સોની એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ, જી.આઈ.ડી.સી. ફેસ–ર, વિશાલ ચોક પાસે, પ્લોટ નં. પ૯૯ સામે, રોડ ઉપર ફરીયાદી સંતોષભાઈના સગો નાનોભાઈ આશુતોષ ઉ.વ.૧૭, વાળો હોન્ડા કંપનીનું ઈટરનો મોટર સાયકલ નં. જી.જે.૧૦ એજી–૧૬૬ર નું લઈ જતા હોય ટ્રક નં.એચ.આર–પપ–યુ–૪૮૭૧ના ચાલકે પોતાની ટ્રક ઝડપે બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી સંતોષભાઈના ભાઈને મોટર સાયકલ સહિત હડફેટે લઈ નીચે પછાડી દઈ પેટમાં જમણી બાજુ તથા બન્ને પગમાં ગંભીર ઈજાઓ કરી તેનું મોત નિપજાવી ટ્રક મૂકી ભાગી જઈ ગુનો કરેલ છે.(૨૧.૧૯)

(4:35 pm IST)