Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કાલાવડનાં નવાગામ પાસેના ૧૮ લાખના લુંટમાં ૩ ઝડપાયા

મોટા પાંચ દેવડાના સહકારી મંડળીના કર્મચારીને નિશાન બનાવીને લુંટારૂઓએ લુંટ ચલાવી'તીઃ કિરીટ ડાંગરની શોધખોળ

તસ્વીરમાં ઝડપાયેલા શખ્સો, પોલીસ સ્ટાફ અને લૂંટમાં જપ્ત કરેલી મુદમાલ નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર , તા.૧૬: કાલાવડ તાલુકાના મોટાપાચેદવડા ગામની ''જયકિશન સેવા સહકારી મંડળી'' ના કર્મચારી હસમુખભાઇ ભીખુભાઇ રૂડકીયા કૂંભાર રહે. પાંચદેવડા વાળા આ મંડળીમાં ખેડુતોના પાક ધીરાણના આવેલ રોકડ રૂ. ૧૮,૦૦,૦૦૦/- જમા કરાવેલ હોય જે રકમ કાલાવડ તાલુકાના નવાગામની ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકમાં જમા કરવા માટે મો.સા. મા જતા હતા ત્યારે કાલાવડ તાલુકાના મોટીવાવડી થી નવાગામ જતા રસ્તે એક મો.સા.માં ત્રણ અજાણ્યા ઇસમો આવી ફરીયાદની છરી બતાવી, મારમારી, ધમકી આપી રોકડ રૂ. ૧૮,૦૦,૦૦૦/- ની લુંટ કરી નાશી જતાં ફરીયાદીએ ગુનો દાખલ કરાવતા જે ગુનો વણશોધાયેલ હતો.

આ ગુનો શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળ તેમજ જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.પી. દોશી ના સુપર વિઝન તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી આર.એ. ડોડીયા ના માર્ગદર્શન હેઠળ જામનગર એલ.સી.બી. ની અલગ-અલગ ટીમો બનાવેલ હતી. એલ.સી.બી. ની ટીમોના દ્વારા આરોપીઓ જે તરફ નાશી ગયેલ તે રોડ ઉપર આવેલ સીસીટીવી ફુટેજની ચકાસણી કરેલ તેમજ અગાઉ લુંટમાં સંડોવાયેલ શંકાસ્પદ ઇસમોની પ્રવૃતિ ઉપર વોચ રાખવામાં આવેલ હતી તથા જરૂરી આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી આ ટીમો દ્વારા જામનગર, રાજકોટ, જુનાગઢ જિલ્લામાં તપાસ કાર્યવાહી કરેલ હતી.

એલસીબી ટીમ કાલાવડ તાલુકા વિસ્તારમાં આ વણશોધાયેલ લુંટનો ગુનો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન નિકાવા આણંદપર રોડ .પર આવતા સાથેના સ્ટાફના નિર્મળસિંહ એસ. જાડેજા, વશરામભાઇ આહીર તથા કમલેશભાઇ રબારીને હકિકત મળેલ કે ઉપરોકત લુંટ કરનાર ત્રણેય ઇસમો મો.સા. નંબર જી.જે. ૧૧ એએમ રર૧૭નું લઇને કાલાવડથી રાજકોટ તરફ જવાના છે. જેમાં બે ઇસમોએ શરીરે સફેદ શર્ટ તથા એક ઇસમે શરીરે પીળા કલરનું ટીશર્ટ પહેરેલ છે. તેવી ચોકકસ હકિકત મળતા વોચમાં હતા દરમ્યાન ઉપરોકત નંબર વર્ણન વાળુ મો.સા. લઇ નીચે મુજબના ત્રણ ઇસમોને પકડી પાડી તેઓના કબ્જામાંથી લુંટમાં ગયેલ રોકડ રૂ. ૧૩,૧૦,૦૦૦/- તથા ગુનામાં ઉપયોગ કરેલ એક હીરો ડીલકસ મો.સા. કિં. રૂ. ૩૦,૦૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કિ. રૂ. ૧પ,૦૦૦/- છરી કિ. રૂ. ૧૦૦/- વિગેરે મળી કુલ રૂ. ૧૩,પપ,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરી આ વણશોધાયેલ લુંટનો ભેદય ગણતરીના દિવસોમાં ઉકેલી ત્રણ આરોપીઓને પો.સ.ઇ. શ્રી વી. વી. વાગડીયાએ ધરપકડ કરેલ છે.

જેમાં (૧) ઇરફાન હમીદભાઇ આરબ રહે. સૈયદવાડા, હીના એપાર્ટમેન્ટ, ભવનાથ, ઉપરકોટ, જુનાગઢ (ર) ઇમ્તીયાજ ઇસુબભાઇ સીપાઇ રહે. સુખનાથ ચોક, ઉધીવાડા મસ્જીદ પાસે, જુનાગઢ (૩) હનીફ અમીનભાઇ આરબ રહે. સુખનાથ ચોક, ચકકર ફળીયું, ડંકીની બાજુમાં, જુનાગઢને ઝડપી લીધા છે. જયારે કીરીટ ખીમાભાઇ ડાંગર રહે. મોટા પાચદેવડા, તા. કાલાવડ વાળાને પકડવાનો બાકી છે.

આ કાર્યવાહી પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ શેજુળની આગેવાનીમાં ના.પો. અધિ.શ્રી એચ. પી. દોશી, પો.ઇન્સ. શ્રી આર. એ. ડોડીયા, પો.સ.ઇ. શ્રી વી. એમ. લગારીયા, પો.સ.ઇ. શ્રી વી. વી. વાગડીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ પટલેલ, નાનજીભાઇ પટેલ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા, દિલીપભાઇ તલાવડીયા, શરદભાઇ પરમાર, સુરેશભાઇ ડાંગર, પ્રતાપભાઇ ખાચર, મિતેશભાઇ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ, નિર્મળસિંહ એસ. જાડેજા, કમલેશભાઇ રબારી, દિનેશભાઇ ગોહિલ, લક્ષ્મણભાઇ ભાટીયા, એ. બી. જાડેજા, અરવિંદગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૭.૩૭)

(4:34 pm IST)