Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ઉપલેટાના ડુમીયાણીના વ્રજભૂમિ આશ્રમના ભોજનાલયમાં આગ; 35 ગાડી લાકડા - શેડ બળીને ખાખ: 12 લાખનું નુકશાન

ઉપલેટાના ડુમિયાણી ગામના વ્રજભૂમી આશ્રમના ભોજનાલયમાં મોડીરાત્રે આગ ભભૂકી ઉઠતા ૩પ ગાડી લાકડા અને ભોજનલયનો શેડ બળીને ખાખ થતા અંદાજે 12 લાખનું નુકશાન થયું છે ઘટના સ્થળે મામલતદાર અને પોલીસ પહોંચી તપાસ આદરી છે

  જાણવા મળતી વિગતો મુજબ ડુમીયાણી ટોલનાકા પાસે આવેલ પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ બળવંતભાઇ મણવર સંચાલીત વ્રજભૂમી આશ્રમ શાળાના સામેના ભાગમાં આવેલ આશ્રમના ભોજનાલયમાં રાત્રે બે વાગ્યે આગ લાગતા ભોજનાલય પાસે પડેલા ૩૫ ગાડી સુકા લાકડા અને ભોજનાલયનો શેડ બળીને ખાખ થઈ ગયો હતો આગને બુઝાવવા મોડીરાત્રે ઉપલેટા અને ધોરાજીના ફાયર ફાઈટરોની મદદ લેવાઈ હતી.આગ સંપૂર્ણ પ્રસરી ચૂકી હોવાથી ભોજનાલયમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી આગનું કારણ આજુબાજુમાં રહેલ ખેતરોમાં સેઢા પાળા સળગાવતા આગ લાગી હોવાનું જાણવા મળેલ છે.

(12:11 pm IST)