Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રફાળેશ્વર પાસે ટ્રકે બાઇકને ઉલાળતા મોરબીના યુવાન ચંદ્રેશ પટેલનું મોત

પીપળી રોડ પર ફેકટરીમાં છાપરા પરથી પટકાતા રમેશભાઇ કલોલાનું મોત

મોરબી, તા., ૧૬: મોરબીના રફાળેશ્વર પાસે ટ્રક હડફેટે મો.સા. ચાલક મોરબીના યુવાનનું મોત નિપજયું હતું.

જાણવા મળતી વિગત મુજબ ફરીયાદી ભગવાનજીભાઇ અંબારામભાઇ માકારીણા-પટેલ, રહે. રવાપર રોડ, મોરબી વાળાનો પુત્ર ચંદ્રેશ (ઉ.વ.૩૪) ગઇકાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ મોરબીના રફાળેશ્વર પાસેથી પોતાના મો.સા.નં. જીજે ૩૬ જી ૪૯૭ર લઇને જઇ રહયો હતો ત્યારે ટ્રક નં. આર.જે.રર જીબી ર૦ર૧ના ચાલકે તેને હડફેટે લેતા તે ફંગોળાયો હતો અને તેને માથાના ભાગ સહીત ગંભીર ઇજાઓ થઇ હતી. ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. પોલીસે મૃતકના પિતાની ફરીયાદ પરથી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય એક બનાવમાં મોરબીના પીપળી રોડ પર આવેલી પરમ મિનરલ નામની ફેકટરીમાં કામ કરતા રમેશભાઇ ભીમજીભાઇ કલોલા (ઉ.વ.૩૮) પરમ મિનરલના છાપરા પરથી પડી જતા તેણે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પીટલ લઇ જવાયા હતા જયાં તેનું મોત થયું છે. પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(11:40 am IST)