Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ઉપલેટામાં ફોન ઉપર અજાણ્યા શખ્સને બેંક પાસવર્ડ આપતા ૨૬ હજારની રોકડ ઉપડી ગઇ

ઉપલેટા તા.૧૬ : સાઇબર ક્રાઇમના બનાવોએ રોજબરોજની ઘટના જેવા થઇ પડયા છે. ભીખનશા રોડ ઉપર રહેતા સોની વેપારી ભરતભાઇ માંડલીયા તેઓને તેમના મોબાઇલ ઉપર એક હિન્દી ભાષી વ્યકિતનો ફોન આવેલ અને પોતાને બેંક અધિકારી ઓળખાવી જણાવેલ કે તમારૂ એટીએમ ખાતુ બંધ થઇ જાય તેમ છે તેથી તમારા પાસવર્ડ નંબર આપો અને ફરીયાદી ભોળવાઇ જઇ નંબર આપી દેતા ભાદર રોડ ઉપર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી તેમના ખાતામાંથી તુરંત જ એક વખત ૨૫૦૦૦ હજાર અને બીજી વખત રૂ. ૧૦૦૦ મળી કુલ રૂપિયા ૨૬ હજાર ઉપાડી લીધેલ તેવી ફરીયાદ ભરતભાઇએ ઉપલેટા પોલીસમાં નોંધાવેલ છે.

નવનિયુકત પી.આઇ એલ.એલ.ભટ્ટે લોકોેને આવા બનાવોમાં સાવચેત રહેવા જણાવેલ કે બેંક કોઇ દિવસ આવી માહિતી માંગણી નથી કે માગી શકતી નથી ત્યારે લોકોએ આવા ફોન આવે તો તેમના ખાતાના કે ઓટીપી નંબર પાસવર્ડ કોઇને આપવા નહી તેવું અંતમાં જણાવેલ છે.

(11:38 am IST)