Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા દ્વારા પો. કોન્સ. જમાદારોની સામુહિક બદલી

ખંભાળીયા તા.૧૬: દેવભૂમિ દ્વારકા જિ. પો. વડાશ્રી રોહન આનંદે ગઇકાલે એકસાથે ૫૫ પોલીસ કર્મીઓની સામૂહિક બદલીના હુકમ કર્યા છે.

એ.એસ.આઇ. નિકુલકુમાર પાઠકને ખંભાળીયા પોલીસ સ્ટેશનમાંથી ખંભાળીયા મહિલા પો. સ્ટેશનમાં, ભીખુભાઇ ધારાણી ને ખંભાળીયાથી આખા, ઓખના વનરાજસિંહ પરમારને ઓખા થી સલાયા મરીનમાં, જમાદાર હમીરભાઇ ચંદ્રાવાડીયાને ખંભાળીયા થી પોલીસ હેડકવાર્ટરમાં, જમાદાર ભરતભાઇ ભુતિયાને પોલીસ હેડકવાર્ટરમાંથી ડી.વાય.એસ.પી. કચેરીમાં, ભાણવડના જુસબભાઇ હિગોંરાને ખંભાળીયા, કેશુરભાઇ ભાટીયા ભાણવડને કલ્યાણપુરમાં, મશરીભાઇ તોયીપાને ભાણવડથી ખંભાળીયા, દેવુભા લાખુભા જાડેેજા એ.એસ.આઇ.ને ઓખાથી પો. હેડકવાર્ટરમાં બદલાયા છે.

આ ઉપરાંત નારણભાઇ ગાગીયાને કલ્યાણપુરથી ભાણવડ, હરદાસભાઇ ચાવડાને કલ્યાણપુરથી ભાણવડ, કિશોરભાઇ નંદાણિયાને કલ્યાણપુરથી ભાણવડ, રણમલભાઇ ચાવડાને કલ્યાણપુરથી દ્વારકા, કમલેશભાઇ શેખાવાને કલ્યાણપુરથી દ્વારકા બદલાયા છે.

(11:36 am IST)