Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ધોરાજીમાં રમજાન ઇદની ઉજવણી

ધોરાજીઃ રમજાન માસ ની ઉજવણી ખુબજ ઉત્સાહ અને ઉમઁગ પૂર્વક કરાયેલ હતી બજારો માં ઈદ ની ખરીદી ને લઇ મોડી રાત્રી સુધી લોકો ની ચહલ પહલ રહી હતી. રમજાન ઇદ નિમિતે આજે મુસ્લિમો બંદગીમાં લિન બન્યા હતા રુસ્તમ મસ્જિદ ખાન મોહમ્મદ મસ્જિદ માં તથા શહેરની અન્ય મસ્જિદોમાં નમાઝ એ શબીના ના કાર્યક્રમ યોજાયા હતા અને શબીના ની નમાજ પઢવા આવનાર લોકો માટે ચા નાસ્તો તથા શાહી શહેરી નું ભવ્ય આયોજન કરેલ હતું રુસ્તમ મસ્જિદ ખાતે નમાઝ એ શબીના પૂર્ણ થયા પછી મુફ્તી નવાઝ સાહેબ એ અને ખાન મોહંમદ મસ્જિદમાં મોલાના મહેબૂબ આલમ સાહેબ નું બયાન થયું હતું ખાન મોહમ્મદ મસ્જિદ ખાતેહાફિઝ રીફાકત સાહેબ એ ખાસ દુઆ કરેલ હતી અને શબીના નું આયોજન કયામત સુધી થાય જેમાટે પણ દુઆ કરેલ હતી ખાન મોહંમદ મસ્જિદ ખાતે જસને શબીના ને સફળ બનાવવા હાજી રઉફભાઇ પાનવાળા ઇમરાન ભાઈ પોઠીયાવાળા અમીનભાઈ રાયતા આસિફભાઇ પોઠીયાવાળા એ જહેમત ઉઠાવેલ હતી. હાજી અવેશ સાહેબ એ શાહી જામ એ મસ્જિદ ખાતે નમાઝ અદા કરાવેલ હતી આજરોજ મુસ્લિમ સમાઝ ઈદ ઉલ ફિત્ર મનાવશે અને ધોરાજી રસુલપરા ખાતે આવેલ ઈદ ગાહ પર ઈદ ની નમાઝ અદા મોટી સંખ્યા માં મુસ્લિમ સમાજ જોડાયો હતો. આજે રમજાન ઈદ નિમિતે મુસ્લિમ સમાજ ના હાજી ફારુકભાઈ તુમ્બિ હાજી ઇબ્રાહિમભાઈ કુરેશી મકબુલભાઈ ગરણા હાજી અફરોજભાઈ લાકાદકુટા બસીદભાઇ પાનવાળા રિયાજભાઈ દાદાણી જબ્બરભાઈ ગરણા વિગેરે એ રમજાન ઈદ ની શુભેકચ્છા પાઠવેલ હતી (તસવીર. કિશોરભાઈ રાઠોડ ધોરાજી)

(11:33 am IST)