Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

મહુવામાં ટ્રક હડફેટે હિંમત સોલંકીનું મોત

ભાવનગર તા. ૧૬: મહુવાનાં મીલની ચાલી વિસ્તારમાં પુરઝડપે જઇ રહેલા ટ્રક નં. જીજે ૧૪ એસ. ૬૧૩૪નાં ચાલકે બાઇક ઉપર જઇ રહેલા મહુવાનાં નુતનગરમાં રહેતાં હિંમતભાઇ વાલજીભાઇ સોલંકી ઉ.વ. ર૬ ને હડફેટે લેતાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. આ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતાં પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

દાઝી જતાં મોત

ભાવનગર જીલ્લાનાં તળાજાનાં ધાણા ગામે રહેતી જયાબેન વાલજીભાઇ રાઠોડ ઉ.વ. ર૦ નામની પરીણીતાનું તેનાં ઘરે રસોઇ કરતાં દાઝી જતાં અત્રેની સરટી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયડું હતું.

(11:28 am IST)