Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અઢી વર્ષમાં કોઇ કામ ન કરતા કોંગ્રેસને ઘરે બેસાડી દેવાશેઃ લોધીકા તાલુકા ભાજપનો આક્ષેપ

ખીરસરા તા. ૧૬ :.. ભાજપના તાલુકા સદસ્યો ધારાસભ્યની સાથે જ છે. લોધીકા તાલુકાના હરિપર (પાળ) ગામના ભાજપ કાર્યકર તાલુકા પંચાયત સદસ્ય હેમુબેન ના પતિ ભીખુભાઇ ડાંગર જણાવે છે કે પાત્રીસ વર્ષથી તાલુકા પંચાયતમાં સતા માટે મથતી કોંગ્રેસને જનતાએ જીતાડી પરંતુ અઢી વર્ષમાં કઇ ન કરી શકેલ સત્તાધારી પક્ષ કોંગ્રેસને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ઘરે બેસાડી દેશે.

લાખાભાઇના પ્રયાસથી કોંગ્રેસના ૩ સભ્યો અપક્ષના એક એમ ચાર સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલ છે. અને કોંગ્રેસના કાંગરા ખરી ગયેલ છે. તા. ર૦-૬-૧૮ ના રોજ લોધીકા તાલુકા પંચાયત ભાજપના કબ્જામાં હશે તે પાકુ છે.

(11:28 am IST)