Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ગોંડલનાં મોવિયા ગ્રામ પંચાયતનું બજેટ નામંજુર થતાં ગ્રામ પંચાયત સુપરસીડ થશે

ગોંડલ તા. ૧૬: મોવિયા ગ્રામ પંચાયતનું સને ર૦૧૮-૧૯ ના વર્ષનું બજેટ મંજુર કરવા માટે પ્રથમ બેઠક તા. ર૭-૩-૧૮નાં રોજ બોલાવવામાં આવેલ મોવિયા ગ્રામ પંચાયતમાં સત્તાધારી જુથના સરપંચ સહિત નવ સભ્યો સાથે સત્તા સંભાળેલ વિરોધ પક્ષમાં છ સભ્યો ચુંટાયેલા કુલ પંદર સભ્યોના વોર્ડમાં અંદાજ પત્રકની પ્રથમ બેઠક તા. ર૭-૩-૧૮ની બેઠકમાં સતાધારી જુથના ત્રણ સભ્યોએ બળવો કરતા તેમાંથીએક સભ્ય ગેરહાજર રહેલ બાકીના બે સભ્યો વિરોધ પક્ષના છ સભ્યો સાથે મળીને કુલ આઠ સભ્યો દ્વારા અંદાજપત્રક નામંજુર કરેલ છે.

સતાધારી જુથના છ સભ્યો સાથે વિરોધપક્ષના આઠ સભ્યો થતા બજેટ મંજુર નહિં થતા વિકાસ કમીશ્નરે ફરી એકતક આપતા તા. ૧ર-૬-૧૮ના રોજ ફરી સામાન્ય સભા બોલાવતા તેમાં પણ સત્તાધારી જુથના છ સભ્યો વિરોધપક્ષના આઠ સભ્યો થતાં બજેટ નામંજુર થયેલ જેથી હવે ગ્રામ પંચાયત સુપરસીડ થશે અને વહીવટદારનું શાસન આવશે તેમ કોંગ્રેસ ચુંટણી કાર્યાલય ઇન્ચાર્જ જયંતિભાઇ લીંબાણીએ જણાવ્યું હતું. ગ્રામ પંચાયતની ચુંટણીને હજુ દોઢ વર્ષ જેવો સમય થયો આવા ટુંકા ગાળામાં સત્તાધારી જુથના વહીવટના કારણે તેમનાજ જુથમાં બળવો થતાં ગ્રામ પંચાયત સુપરસીટ થશે. ગોંડલ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત સુપરસીટ થતા તાલુકાના રાજકારણમાં ગરમાવોઆવી ગયેલ છે.

(11:27 am IST)