Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પોરબંદરથી હર્ષદ મીયાણી સુધી દરિયામાં ભારે મોજાઃ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

પોરબંદર, તા. ૧૬ :. ઈન્દ્રેશ્વર મંદિર દરીયાકાંઠાથી ગોસા સુધી તેમજ હર્ષદ મીયાણી દરીયામાં ભારે મોજા રહ્યા છે. જિલ્લા કંટ્રોલથી જણાવ્યા મુજબ આવતા ૪૮ કલાકમાં જખૌ કચ્છથી દક્ષીણી ભાગના દરીયામાં ૩૫ થી ૪૫ કિ.મી. ઝડપે પવન ફુંકાવાની તથા ૩ થી ૪ ફુટ મોજા ઉછળવાની સંભાવના છે. માછીમારોએ દરીયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

પોરબંદર દરીયામાં ગઈકાલ સવારથી સખત આંધી છવાય હતી. જેના કારણે બારમાસી જેટી પણ દૂરથી જોઈ શકાતી નહોતી. ગઈકાલે સાંજે ૬ વાગ્યા પછી એક વાદળી વરસી ગઈ હતી. ત્યાર બાદ બફારો વધ્યો છે. આજે સવારે વાતાવરણ ચોખ્ખુ છે.

ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૪,૬ સે.ગ્રે., લઘુતમ ઉષ્ણાતામાન ૨૯,૪ સે.ગ્રે., ભેજ ૭૫ ટકા, પવનની ગતિ ૧૭ કિ.મી. વરસાદ ૦.૦૨ મી.મી. (૦.૦૯ મી.મી.) નોંધાયેલ છે.

(11:26 am IST)