Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમરેલીનો શાર્પ શૂટર રવુ કાઠી ઝડપાઇ ગયો

શીવ મંદિરમાં સુરેશ શાહની અમદાવાદમાં હત્યા કરેલ : ચોટીલા દર્શન કરવા આવતા દબોચી લેવાયો

અમદાવાદ તા. ૧૫ :વાસણામાં માર્ચ મહિનામાં શિવમંદિરમાં થયેલી ટ્રાન્સપોર્ટર સુરેશ શાહની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાચે અમરેલીના શાર્પ શુટર રવુ કાઠીની ચોટીલાથી ધરપકડ કરી હતી. અગાઊ પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી હતી.

સુરેશ જયંતિભાઈ શાહની ગોળી મારીને હત્યા કેસમાં ફરાર અમરેલીનો શાર્પ શુટર રવુ કાઠી ચોટીલામાં મંદિરે દર્શન કરવા આવવાનો હોવાની માહિતીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે જાળ બિછાવીને ચોટીલાથી તેની ધરપકડ કરી હતી. પુછપરછમાં ૨૮ વર્ષીય રવુ નનકાભાઈ શાખ (કાઠી)એ કબુલાત કરી હતી કે વોન્ટેડ આરોપી રાજુ શેખવાએ અને તેના મિત્ર ઘનશ્યામ ઊર્ફે ઘનો અમરેલી મધ્યસ્થ જેલમાં હતા ત્યારથી તેમના પરિચયમાં હતો. જે તે વખતે ઘનશ્યામ પેરોલ પર છુટયો હતો.

સુરેશ શાહની હત્યાના ચાર પાંચ દિવસ પહેલા રાજુ શેખવાના અમરેલીના ઘરે મિટીંગ થઈ હતી.

જેમાં રવુ અને ઘનશ્યામને સુરેશ શાહની હત્યા કરવાની હોવાનું કહીને તમંચો અને કારતુસ આપ્યા હતા. બાદમાં બન્નેએ સુરેશ શાહના ઘર તથા તે જે પણ મંદિરોમાં જતો હતો ત્યાં રેકી પણ કરી હતી.

હત્યાના દિવસે સુરેશ શાહના ઘરે વોચ રાખીને તે મંદિરમાં જતા લોખંડની પાઈપથી તેની પર હુમલો કર્યો હતો. બાદમાં રવુ કાઠીએ તમંચામાંથી એક રાઊન્ડ ફાયર કરીને સુરેશ શાહની હત્યા કરી નાંખી હતી અને ફરાર થઈ ગયા હતા. હત્યા કર્યા બાદ પેરોલ પુરા થતા ઘનશ્યામ અમરેલી જેલમાં હાજર થઈ ગયો હતો.

અગાઊ ક્રાઈમ બ્રાંચે આ હત્યા કેસમાં સુરેન્દ્રનગરના એલમખાન મુરીદખાન જતમલેક અને રફીક અબ્દુલભાઈ સુમરાની ૧ એપ્રિલ ૨૦૧૮ નાં રોજ ધપકડ કરી હતી.(૨૧.૨)

(10:03 am IST)