Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મોરબી : માતા-પિતાને દીકરીના ઘરે બેસવા જવું મોંધુ પડ્યું, સમડી સોનાનો ચેન ઝૂંટવી ગઈ.

શનાળા ગામ લીબડા વાળા મેલડી માતાજીના મંદિર નજીક પહોચતા ડબલ સવારી બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોઓએ ચેન ઝૂંટવ્યો

મોરબીમાં સમડીનો ત્રાસ વધ્યો હોય તેવી ધટના સામે આવી રહી છે તો થોડા દિવસ પહેલા શનાળા ગામ નજીક ચીલ ઝડપની ધટના બની હતી ત્યાં ફરી એક વાર શનાળા ગામ નજીક વધુ એક ચીલ ઝડપ થઇ હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

 મોરબીમાં ગુનેગારો બેફામ બન્યા હોય અને પોલીસનો ડરના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે તો જીલ્લામાં અને શહેરમાં લુટ, ચોરી, ચીલ ઝડપ સહિતના ગુન્હાઓમાં વધારો થતો જઈ રહ્યો છે અને પોલીસને છડે ચોક પડકાર ફેકી ગુનેગારો પોલીસની આબરૂ લજવી રહ્યા છે ત્યારે મોરબીના આલાપ રોડ પર શિવ શક્તિ પાર્કમાં રહેતા વનીતાબેન રમેશભાઈ સદાતિયાં (ઉ.૫૨) તથા સાહેદ રમેશભાઈ સદાતીયા બન્ને પોતાનું મોટર સાઈકલ હોન્ડા સાઈન જીજે ૦૩ ડીઈ ૯૪૨૦ લઈને પોતાના ઘરેથી શકત શનાળા ગામે પોતાની દીકરીના ઘરે બેસવા તથા પોતાના ભાણેજ વેદને મુકવા જતા હોય તે દરમિયાન શનાળા ગામ લીબડા વાળા મેલડી માતાજીના મંદિર નજીક પહોચતા ડબલ સવારી મોટર સાઈકલમાં આવેલા અજાણ્યા શખ્સોએ  વનીતાબેનના ગળામાં રહેલ ૨૩.૩૨૦ ગ્રામ વજનની સોનાની માળા કીમત રૂ.૧,૩૦,૩૬૦ ઝુટવી ચીલ ઝડપ કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી

(11:38 pm IST)