Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

બગસરાના જુના ઝાંઝરીયા પ્રાથમિક શાળામાં ઉનાળા વેકેશનનો લાભ લઇ સામાજિક તત્વોએ તોડફોડ કર્યું

પ્રિન્સિપાલને જાણ થતાં તાબડતોડ નિશાળે પહોંચ્યા :સરપંચ એસ.એમ.સી સભ્ય અને ગ્રામજનો દ્વારા સ્થળ પર નિરીક્ષણ:કૅમેરા સહિત ઇલેક્ટ્રોનિક વસ્તુમાં પથ્થર મારી તોડફોડની બગસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી

 (સમીર વિરાણી દ્વારા) બગસરાના જુના ઝાંઝરીયા પ્રાથમિક શાળા મા અસામાજિક તત્વો દ્વારા નિશાળના વેકેશનનો લાભ લઇ અને તોડફોડ કરાઈ મળતી માહિતી મુજબ બગસરા જુના ઝાંઝરીયા ગામ ખાતે પ્રાથમિક શાળામાં નિશાળના વેકેશનનો લાભ લઈ કોઈ અસામાજિક તત્વો દ્વારા નિશાળમાં  કેમેરા ને તોડફોડ કરી નુકસાન કરેલ ગામના સેવાભાવી લોકો દ્વારા ઝાડને પાણી પીવડાવવા માટે ગયેલ અને અચાનક જોતા ગ્રામજનોએ જુના ઝાંઝરીયા પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ ને ફોન દ્વારા જણાવેલ કે નિશાળમાં તોડફોડ કરેલ છે પ્રિન્સિપાલને જાણ થતાં તે તાબડતોડ નિશાળે પહોંચી ગયા હતા અને સરપંચ એસ.એમ.સી સભ્ય અને ગ્રામજનો દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરતા ગેરકાયદેસર રીતે અંદર ઘૂસીને કૅમેરા સહિત ઇલેક્ટ્રોનિક વસ્તુ માં પથ્થર મારી તોડફોડ કરેલ જોતા તે બાબતે બગસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ તપાસ બગસરા પોલીસ સ્ટેશન ના પી.આઈ દેસાઈ સાહેબ ચલાવી રહ્યા છે (તસવીર સમીર વિરાણી બગસરા)

(10:46 pm IST)