Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મોરબી ત્રાજપર ગામે તલાટી મંત્રીની ૭ દિવસમાં પુનઃનિમણૂંકની માંગણી : તાળાબંધીની ચીમકી

નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી ૭ દિવસમાં પુનઃનિમણૂંક કરવા પત્ર લખ્યો

મોરબીના ત્રાજપર ગામના તલાટી મંત્રીની એકએક બદલી કરતા આ બદલી સામે ઉગ્ર વિરોધ ઉઠ્યો છે અને ત્રાજપર અને માળીયા વનાળિયા ગ્રામ પંચાયત તલાટી મંત્રીના સમર્થનમાં આવીને આ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી ૭ દિવસમાં પુનઃનિમણૂંક કરવા પત્ર લખ્યો છે.
ત્રાજપર ગ્રામ પંચાયત અને માળીયા વનાળિયા ગ્રામ પંચાયત દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી કે, ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી વી.એસ.ચંદ્રલાની તા. ૭/૫/૨૦૨૨ના રોજ  બદલી કરવામાં આવી હતી. જેથી તા. ૯/૫/૨૦૨૨ રોજ બદલી અટકાવવા માટે પણ પત્ર લખવામાં આવ્યો હતી જેથી તલાટી મંત્રી વી.એસ.ચંદ્રલાની અહીં નિમણુંક કરવામાં આવે તેવી અપીલ કરી છે
આ તલાટી મંત્રી પોતાના ફરજકાળ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત બોડીના તમામ પ્રશ્નોનું યોગ્ય રીતે પોતાની વહીવટી કુશળતાથી પાર પાડ્યું છે. આ બન્ને ગ્રામ પંચાયત માટે તલાટી મંત્રીની વર્તણુક ખૂબ જ સારી રહી છે અને ગ્રામજનોના પ્રશ્નોને પણ યોગ્ય રીતે ન્યાય આપતા હોવાથી આવા કાબેલ તલાટી મંત્રીની ૭ દિવસમાં અહીં પુનઃનિમણૂંક કરવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો તેમની અહીં ફરી નિમણુંક નહીં થાય તો ગ્રામજનો દ્વારા પંચાયતને તાળાબંધી કરી જીલ્લા પંચાયત કચેરીએ ધરણા કાર્યકમ કરવાની ચીમકી આપી છે.

(10:29 pm IST)