Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

દ્વારકાધીશ ભગવાનના દર્શને પૂનમ નિમિતે ભાવિકો ઉમટયા

દ્વારકાઃ દ્વારકાધીશ ભગવાનના દર્શને આજે પૂનમ નિમિતે ભાવિકો ઉમટયા છે. શનિવાર અને રવિવારની રજા તથા આજે પૂનમ હોવાથી મોટી સંખ્‍યામાં ભાવિકોની ભીડ મંદિરમાં ઉમટી હતી અને દર્શન-પૂજન, અર્ચન કરીને ધન્‍યતા અનુભવી હતી. ભારે ભીડના કારણે વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે મંદિરના દરવાજા વહેલા બંધ કરી દેવા પડયા હતા. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

 

(4:03 pm IST)