Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જામનગરમાં રાડો પાડવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ મારમાર્યાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬ઃ  લાલપુર પોલીસ સ્ટેશનમાં દિલીપસિંહ ભગવાનસંગ જાડેજા, ઉ.વ.પ૪, રે. સાનીઘ્ય સોસાયટી, બ્લોક નં.–૩૮, લાલપુરગામ વાળા ઍ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–પ–ર૦રરના લાલપુર સાનીઘ્ય પાર્ક લાલપુરમાં આરોપી હેમત ઉર્ફે કારો મેપાભાઈ કરંગીયા ઍ આજથી ત્રણેક વર્ષ પહેલા ફરીયાદી દિલીપસિંહના ઘરની સામે પોતાનું મોટર સાયકલ લઈને ઍકદમ સ્પીડમાં ચલાવી હોર્ન મારતો આટા મારતો હોય જેથી ફરીયાદી દિલીપસિંહઍ તથા તેના દિકરા ભગીરથઍ તેમને તે વખતે મોટર સાયકલ ઘર પાસે ધીમે હાકવાનું કહેતા આરોપી હેમત ઉર્ફે કારો મેપાભાઈ કરંગીયા  ઍ ફરીયાદી દિલીપસિંહ સાથે મારકુટ કરેલ હોય જેને મનદુઃખ ચાલતુ હોય અને આજરોજ આરોપી હેમત ઉર્ફે મેપાભાઈ કરંગીયાઍ ફરીયાદી દિલીપસિંહના ઘરની સામે તેના મીત્ર સાથે મોટા અવાજે બોલતા હોય જેથી ફરીયાદી દિલીપસિંહઍ તેમને પોતાના ઘરની સામે ઉચ્ચા અવાજે રાડો પાડવાની ના પાડતા આરોપી હેમત ઉર્ફે મેપાભાઈ કરંગીયાઍ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી દિલીપસિંહને ગાળો કાઢી થોડીવાર પછી આરોપી હેમત ઉર્ફે મેપાભાઈ કરંગીયા તેમને સાથે તેમનો ભાઈ રાહુલ મેપાભાઈ તથા ચંદ્રેશ કરશનભાઈ ગોજીયા તથા તેના મીત્રો બીજા પાંચેક જણા સાથે લાકડાના ધોકા લઈને ફરીયાદી દિલીપસિંહના ઘરે હથીયાર સાથે ગેરકાયદેસર મંડળી રચી  ગૃહપ્રવેશ કરી ફરીયાદી દિલીપસિંહ તથા તેના ઘરના સભ્યોને જેમફાવે તેમ ગાળો આપી ફરીયાદી દિલીપસિંહને વાસાના ભાગે તથા કમરમાં લાકડાના ધોકા મારી મુંઢ ઈજા કરેલ તેમજ ફરીયાદી દિલીપસિંહના પત્નીને આરોપી ચંદ્રેશઍ મોઢાના ભાગે ઢીકો મારી હોઠના ભાગે ઈજા કરેલ તેમજ આરોપી હેમત ઉર્ફે કારો તથા તેમનો ભાઈ રાહુલ તથા ચંદ્રેશ તથા અન્ય તેમની સાથે આવેલા માણસોઍ ફરીયાદી દિલીપસિંહને તથા તેમની પત્નીને શરીરે ઢીકાપાટુનો મારમારી  મુંઢ ઈજાઅો કરી તેમના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઅોઍ ઍકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.


જુગાર રમતા ઝડપાયો : બે ફરાર
સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા ઍ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–પ–ર૦રરના દિ.પ્લોટ–૪૯, રોડ, ચારણનેશ પાસે, જામનગરમાં આરોપી જયેશભાઈ રામચંન્દ્રભાઈ ગજરા  રે. જામનગરવાળા ભારતમાં દેશમાં ચાલતા આઈ.પી.ઍલ.ર૦ર૦ ક્રિકેટ ટુનામેન્ટ લખનવ સુપર તથા રાજસ્થાન રોયલર્સ વચ્ચે મેચ પર સેસન્સ રનફેર તેમજ હારજીત પર સોદા પાડી જુગા રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા ૧,૧ર૦/– તથા મોબાઈલ ફોન નંગ–૧, કિંમત રૂ.૧૦,૦૦૦/– મળી કુલ રૂપિયા ૧૧,૧ર૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.આરોપી વસંતભાઈ ગજરા તથા અન્ય આરોપીના મો.નં. ૭૩૮૩૧૦૧૧૭૩ આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ભીમવાસમાંથી દારૂની બોટલ ઝડપાઈ : આરોપી ફરાર
સીટી બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેર ઍ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–પ–ર૦રરના ભીમવાસ  શેરી નં.૧, ચોક, જામનગરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧  ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી આરોપી સુનિલ ઉર્ફે ટકો રમેશભાઈ વાઘેલા, રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પરિણીતાને સાસરીયાઓ ઍ ત્રાસ આપતા ફરીયાદ
જામજાધપુર પોલીસ સ્ટેશનમાં હિનાબેન પાર્થભાઈ બેચરભાઈ ચૌધરી, ઉ.વ.ર૩, રે. શંકરપુર ગામ, તા.ભિલોડા જિ. અરવલ્લી ઍ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–ર–ર૦રરના શંકરપુર ગામે ફરીયાદી હિનાબેનના આરોપી પતિ– પાર્થભાઈ બેચરભાઈ ચૌધરી, સસરા– બેચરભાઈ ચૌધરી તથા સાસુ– શારદાબેન બેચરભાઈ ચૌધરી, રે. શંકરપુર ગામવાળાઍ ફરીયાદી હિનાબેનને લગ્નમાં ખોટા દાગી ચડાવેલ હોય આ બાબતે ફરીયાદી હિનાબેન આરોપીઅોને પુછતા તથા પોતાના પુત્ર શીવાંશના પેશાબમાં તકલીફ હોવાથી તેના અોપરેશન બાબતે કહેતા આરોપીઅોઍ ફરીયાદી હીનાબેનને જેમફાવે તેમ બીભત્સ ગાળો આપી આરોપી પતિ– પાર્થભાઈ બેચરભાઈ ચૌધરીઍ ફરીયાદી હીનાબેનને ઢીકાપાટુનો માર મારી તમામે માનસીક તથા શરીરીક દુઃખ ત્રાસ આપી ઍકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.


માર માર્યાની બે સામે રાવ
સીટી ઍ પોલીસ સ્ટેશનમાં મોહનભાઈ નાનજીભાઈ મંગે, ઉ.વ.૪પ, રે. પ૪, દિ.પ્લોટ, વિશ્રામવાડી ચોક, જાનબાઈ કૃપા, જામનગર વાળા ઍ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–પ–ર૦રરના આરોપી જીગો ઉર્ફે રઈસ વિનોદ ખીચડા, પસો વિનોદભાઈ, રે. જામનગરવાળા ઍ ફરીયાદી મોહનભાઈને ગાળો બોલી ઝાપટો મારી લોખંડના પાઈપ વડે જમણા હાથ તથા પગ તથા શરીરે મારમારી મુંઢ ઈજા તથા જમણા હાથમાં ફેકચર કરી આરોપી પસો વિનોભાઈઍ હાથમાં છરી લઈ આવી ફરીયાદી મોહનભાઈ ઢીકાપાટુનો માર મારી બંન્ને આરોપીઅો મારી નાખવાની ધમકી આપી ઍકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

(2:06 pm IST)