Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે ઝડપાયા

જામનગરઃ અહીં શરૂસેકશન રોડ સિધ્‍ધનાથ હોટલમાં આવેલ ટીવી ઉપર જાહેરમાં બે ઇસમો પોતાના મોબાઇલમાં  ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ થતુ હોય તે નિહાળી રનફેરનો જુગાર રમે છે ત્‍યાં રેડ કરતા આરોપી કરણભાઇ ઉફેં કરણો વશરામભાઇ પરમાર તથા જિતેન્‍દ્રભાઇ ઉર્ફે જીતુ મનસુખલાલ વિઠ્ઠલાણી જામનગર વાળા કુલ રૂા.૨૬,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્‍ધ સીટી બી ડીવી. પો.સ્‍ટે.માં જુગારધામ ૧૨ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. તથા ફરારી કરશનભાઇ સોલંકી આરોપીને વોન્‍ટેડ જાહેર કરેલ છે. આ કાર્યવાહી એસ.ઓ.જી. ઇનચાર્જ પોલીસ ઇન્‍સપેકટર આર.વી.વીંછી તથા પોલીસ હેડ કોન્‍સ. સંદીપભાઇ ચુડાસમા તથા દિનેશભાઇ સાગઠીયા તથા મોયુદીનભાઇ અલીમીયા સૈયદ, રમેશભાઇ સોમાભાઇ ચાવડા, રવીભાઇ બુજડ તથા અસ.ઓ.જી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(1:40 pm IST)