Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જામનગરમાં દારૂના જથ્‍થા સાથે ૩ શખ્‍સોની ધરપકડ : ૨.૭૩ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૬: જીલ્લામાં દારૂની સદંતર નાબુદ કરવા પોલીસ અધિક્ષકશ્રી પ્રુમસુખ ડેલુ  અને ઇ.ચા. ના.પો.અધી.  એમ.બી. સોલંકીની સુચના અને ઇ.ચા. પોલીસ ઇન્‍સપેકટર એન.એમ.ચોૈહાણના માર્ગદર્શન મુજબ તથા પો.સબ.ઇન્‍સ. સી.એમ.કાટેલીયા સર્વેલન્‍સ સ્‍કોર્ડના માણસો સાથે પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફના એ.એસ.આઇ. હિતેશ એમ. ચાવડા તથા પો.કોન્‍સ. હરદિપભાઇ બારડને ચોકકસ સંયુકત બાતમી મળેલ કે ગુલાબનગર તરફથી એક સફેદ કલરની ઇકો કાર નં. જીજે/૧૦/ટીએક્‍સ/૧૭૩૨ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો લઇને ફેંજલ આમરોણીયા તેના સાગરીતો સાથે ગુલાબનગર તરફથી આવે છે અને નાગેશ્વર તરફ જવાના છે તેવી હકકીત આધારે વોંચમાં હતા તે દરમ્‍યાન હકીકત વર્ણન વાળી ઇકો કાર આવતા તેને રોકી તેની ઝડતી કરતા આરોપી (૧) મહમદ ફૈંઝલ ફારૂકભાઇ મતવા  જાતે કુરેશી ઉ.વ.૧૮ ધંધો નોકરી રહે. ગુલાબનગર, અખાડા ચોક રામ મંદિરની બાજુમાં, જામનગર (ર) ફૈંઝલ અબ્‍દુલભાઇ આમરોણીયા જાતે સુમરા ઉ.વ.૨૬ ધંધો વેપાર રહે. ગુલાબનગર, રામ મંદિર પાછળ જામનગર  (૩) સબીર હનીફભાઇ દેથા જાતે સંધી ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. ધુવાવ મસ્‍જીદ પાસે, ચક્કીને સામે, જામનગર વાળાને ભારતીય બનાવટના ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ ૧૨૬ કી રૂા.૬૩,૦૦૦ તથા મોબાઇલ નંગ ર કી. ૧૦,૦૦૦ તથા ઇકો કાર નં. જીજે/૧૦/ટીએકસ/૧૭૩૨ કી. રૂા. ૧,૫૦,૦૦૦ મળી કુલ રૂા. ૨,૭૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મુદ્દમાલ પોલીસ ઇન્‍સ. એમ.એન.ચોૈહાણએ કબ્‍જે કરી પો.સ.ઇ. સી.એમ.કાંટલીયાએ ફરીયાદ આપી ગુનો રજીસ્‍ટર કરાવેલ છે. ઉપરોકત દારૂ યુનુસ ઉર્ફે મુનો રાવકડા રહે. જામજોધપુર વાળા એ સપ્‍લાય કરેલ હોય જેને ફરારી જાહેર કરેલ છે.

 

(1:39 pm IST)