Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સાવરકુંડલા વિસ્તારમાં ૩૪ કિલો ગાંજા સાથે વાડી માલિકને ઝડપી લેવાયો

અમરેલી તા. ૧૬ :.. સાવરકુંડલા રૃરલ પો. સ્ટે. વિસ્તારનાં ભોંકરવા ગામે વાડી ખેતરમાં રહેતા કાનાભાઇ નથુભાઇ સૈડા રહે. ગામ ભોંકરવા ગામની ગૌરી ટોપરા સીમ, વાળો વાડી, ખેતરે ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા મજકૂર ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

કબ્જે કરેલ મુદામાલ

મજકુર પકડાયેલ ઇસમ ગે. કા. રીતે પોતાના કબ્જા ભોગવટાની વાડી-ખેતરે માદક પદાર્થ ભેજવાળો ગાંજો અલગ-અલગ ચાર પ્લાસ્ટીકના બાચકામાં મળી કુલ ૩૪ કિલો ૮૮૦ ગ્રામ જે એક કીલો ગાંજાની કિ. રૃા. ૧૦,૦૦૦ ગણી કુલ ૩૪ કીલો ૮૮૦ ગ્રામ ગાંજાની કુલ કિ. રૃા. ૩,૪૮,૮૦૦ તથા પ્લાસ્ટીકના બાચકાની કિ. રૃા. ગણી તથા એક છાબડા વાળો સાદો વજન કાંટો કિ. રૃા. રપ૦ મળી કુલ કિ. રૃા. ૩,૪૯,૦પ૦ ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકૂર ઇસમ વિરૃધ્ધ એન. ડી. પી. એસ. એકટ અન્વયે ગુનો રજીસ્ટર કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે સાવરકુંડલા રૃરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના હેઠળ પોલીસ ઇ. ડી. વી. પ્રસાદ રાજૂલા પો. સ્ટે. તથા એસ. ઓ. જી. પો. સ. ઇ., એસ. આર. શર્મા તથા એસ. ઓ. જી. ટીમ દ્વારા એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(4:51 pm IST)