Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જૂનાગઢમાં તમંચા સાથે ઝડપાયો

જૂનાગઢ,તા. ૧૬: એસ.ઓ.જીના પો હેડ કોન્‍સ. અનિરૂધ્‍ધસિંહ વાંક અને મજીદખાન પઠાણને હકીકત મળેલ કે લખમણ ભીમા રબારી, રહે. જૂનાગઢ, ગણેશનગરવાળો ગે.કા. હથિયાર રાખી જૂનાગઢ શહેરમાં જૂના ટીવી સ્‍ટેશન પાસેના ગ્રાઉન્‍ડ પાસે ઉભેલ છે. તેમની પાસે હથીયાર હોવાની બાતમી આધારે પકડી તમંચો મળી આવતા હથિયારાધારા ક.૨૫ (૧-બી)એ. ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનને રજી. કરાવેલ છે. મજકુર આરોપી વંથલી પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૧૦૧૦૨ પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, ૯૮ (૨) વિગેરે મુજબના કામે પકડવાનો બાકી છે.

એસ.ઓ.જી.ના પો.ઇન્‍સ. એ.એમ.ગોહિલ, તથા પો.સબ.ઇન્‍સ. એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ સામતભાઇ બારીયા, તથા પો.હેડ કોન્‍સ. મજીદખાન પઠાણ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, અનિરૂધ્‍ધસિંહ વાંક મહેન્‍દ્રભાઇ ડેર, પો.કોન્‍સ. કૃણાલ પરમાર, મયુરભાઇ ઓડેદરા, રોહીતસિંહ બારડ, વિશાલભાઇ ડાંગર વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:38 pm IST)