Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો ખેલતા પાગડાર ઝડપાયો

જામનગર તા.૧૬ : જામનગર જીલ્લામાં દારૂ - જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર આર.વી.વીંછીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસતારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ શોભરાજસિંહ જાડેજાને હકિકત મળેલ કે સીટી સીડીવી પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ ઇન્‍દીરા રોડ  ઉપર આવેલ કિર્તી કાંટાની બાજુમાં આવેલ સર્વમ ઓઇલ ટ્રેડીંગ નામની દુકાન પાસે બહાર ઉભો રહી પોતના મોબાઇલમાં જુગાર રમી રૂપિયાની હારજીત કરે છે જે હકિકત આધારે રેડ કરતા આરોપી ઘનશ્‍યામભાઇ કેશુભાઇ પાગડાર રહે શાંતિ હાર્મોનિયમ જામનગર વાળાને ક્રિકેટની આઇડી ઉપર આઇપીએલ ર૦રરની ગુજરાત ટાઇટન્‍સ તથા ચેન્‍નાઇ સુપર કિંગ્‍સ વચ્‍ચેની મેચ પર સેશન રનફેરનો જુગાર રમી રોકડા રૂા.૧૧૪૯૦ તથા એક મોબાઇલ કિ. રૂા.પ૦૦૦ મળી કુલ ૧૬૪૯૦ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ  ૧ર મુજબનો ગુન્‍હો કરેલ હોય જેથી મજકુર સામે પો. હેડ કોન્‍સ. રાજેશભાઇ મકવાણાએ ફરીયાદ આપેલ છે અને એએસઆઇ ચંદ્રસિંહ  જાડેજાએ અટક કરી સીટી સી ડીવી પો.સ્‍ટે.માં જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

(1:37 pm IST)