Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

માળીયામિંયાણા પોલીસે ગેરકાયદે બંદુક સાથે સલીમ ભટ્ટીને ઝડપી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૬ઃ માળીયામિંયાણાના કાજરડા ગામ પાસે સિંગલ બેરલ બારબોર બંદુક સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસ સ્ટાફના પો.કોન્સ સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે કાજરડા ગામની દાતર સીમ જવાના રસ્તે સલીમ ઉસ્માનભાઇ ભટ્ટી પોતાની પાસે એક ઈસમ પરવાના વગર એક સીંગલ બેરેલની બંધુક સાથે આવેલો છે.જેના આધારે પોલીસે કાજરડા ગામની દાતર સીમ જવાના રસ્તે રેઇડ પાડતા આરોપી સલીમ ઉસ્માનભાઇ ભટ્ટી ગેરકાયદે સિંગલ બેરલ બારબોર બંદુક સાથે મળી આવતા તેની ધરપકડ કરી હતી.

આ કામગીરીમાં પો.હેડ.કોન્સ. સંજયભાઇ બાલાસરા તથા પકંજભાઇ નાગલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ ઝાલા તથા દિનેશભાઇ લોખીલ તથા દેવેન્દ્રસિંહ જાડેજા તથા સુરેશભાઇ કણઝારીયા જોડાયા હતા.

(1:36 pm IST)