Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ખંભાળીયા ખાતે રેલ્‍વે સુવિધાઓના લોકાર્પણ પ્રસંગે થયેલ સન્‍માનનો સ્‍વીકાર

જામનગર તા.૧૬ : ખંભાળીયાના રેલ્‍વે સ્‍ટેશન પાસે અન્‍ડબ્રીજની લોકોને ખૂબ જ જરૂરીયાત હોવા અંગે સ્‍થાનિક આગેવાનો, પદાધિકારીશ્રીઓ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા અવાર-નવાર રજુઆતો મળતી હતી જે અંગે સાંસદ પુનમબેન માડમએ રેલ્‍વે સતાધિશો સમક્ષ સમયાંતરે રજુઆતો કરતા તેઓના પ્રયાસના ભાગરૂપે ખંભાળીયા રેલ્‍વે સ્‍ટેશન પાસે લીમીટેડ હાઇટ સબવે નં.ર૩૪ નુ રૂા.૩.પ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ અન્‍ડબ્રીજનું લોકાર્પણ કરાયું હતું. સાથોસાથ ખંભાળીયા રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ ૧ ઉપર નવનિર્મિત કવર શેડ રૂા.ર૩.ર૦ લાખ અને પ્‍લેટફોર્મ નં.ર ઉપર નવનિર્મિત યાત્રી લીફટ રૂા.પ૯.૩૪ લાખ તેમજ ૬ નવા વોટર ફાઉન્‍ટેન રૂા.૪૮ લાખ મળી કુલ ૪.૩૪ કરોડના વિવિધ વિકાસ કામોનું સાંસદ પુનમબેન માડમના હસ્‍તે લોકાર્પણ કરાયુ હતું. ખંભાળીયા રેલ્‍વે સ્‍ટશેન પર યોજાયેલ આ લોકાર્પણ પ્રસંગે પ્રજાની તાતી જરૂરીયાતો પુર્ણ થતા વિવિધ સંસ્‍થાઓ અને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ તેમજ અગ્રણીઓ અને સરદહું વિસ્‍તારની વિવિધ સોસાયટીઓના રહીશો દ્વારા સન્‍માન કરાયું હતું. જે માટે સન્‍માનનો સાદર સ્‍વીકાર કરતા સાંસદ પુનમબેન માડમએ સર્વે સંસ્‍થાઓ વ્‍યકિતઓનો આભાર વ્‍યકત કર્યો.

(1:34 pm IST)