Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

દેશદ્રોહી તત્‍વોનું પરોક્ષ રીતે સત્તામાં સામેલ થઇ જવાનું જોખમ

સરકાર પાસે સિધ્‍ધાંતોનું મૂલ્‍ય રહયું નથી? : ગદ્દાર તત્ત્વોની વધતી સક્રિયતા : દેશહિત માટે સમયાંતરે ઇશારો કરતા ડેન્‍જર-ચાર્લી અને રોબર્ટ-રોઝીના સર્વે ઉપરથી તારણ

(હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬: દેશપ્રેમી અને પોરબંદર વિસ્‍તારના ૧૦૫ એકસો પાંચ કિલો મીટર દરીયાઇ પટ્ટી બાજ નજર રાખનાર ડેન્‍જર અને ચાર્લી તેમજ ઓખા-દ્વારકા તથા કચ્‍છના અખાતના દરિયા પર દેવભુમી દ્વારકા તથા જામનગર જીલ્લા કચ્‍છ વિસ્‍તારના અખાત દરીયા  કિનારા ડેન્‍જર અને ચાર્લી સહારૂપ બનતા રોબર્ટ-રોઝીએ તેમના સંયુકત સરવેના  એક તારણ કાઢતા જણાવેલ કે આવનારો સમય દેશના ભાવિ માટે છે !!!  તથા દેશદ્રોહી ગદ્દાર પ્રવૃતી કરનાર દાણચોર અને ડ્રગ્‍સ માફીયાના હાથમાં પુર્ણ પણે દેશનું સુકાન પરોક્ષ અગર અપરોક્ષ રીતે સતાના સુત્રમાં સામેલ સંપુર્ણ થઇ જાય તો અફસોસ કરવો નહી કે આヘર્ય પામશો નહી.

કારણ સત્તા સ્‍થાનમાં ભાજપ સરકાર પાસે સિધ્‍ધાંતનું કોઇપણ પ્રકારનું મુલ્‍ય રહયું નથી. સાથે સ્‍વમાન નિષ્‍ઠ -સિધ્‍ધાંત અવમુલ્‍યન દિવસ ઉગે અને આથમે ત્‍યાં સુધી કે રાત્રી શરૂ થાય અને પુનઃ સુર્યોદય થાય ત્‍યાં સુધી કાંઇને  ચહલ પહલ થાય અને ચોંકાવનારી વિગતો બહાર આવે તે વિગતોથી ઠંડે કલેજે વિચારીએ તો ધીમે ધીમે વિશ્વની મોટામાં મોટી લોકશાહી દેશને સિધ્‍ધાંત-નિષ્‍ઠાને બાજુમાં  ધીમી ગતીએ ખતરામાં મુકી રહી છે.

આગામી દિવસોમાં લોકશાહી પ્રજાસતાક, વિશ્વના મોટા દેશ તરીકે ભારત-હિન્‍દુસ્‍તાનની ચાહના રહેશે કે કેમ? કારણ હાલની સ્‍થિતિએ ભાજપ સતામાં ટકી રહેવા કે વધુ સતા મેળવી ભારત-હિન્‍દુસ્‍તાનમાં ચક્રવર્તી શાસનના સ્‍વપ્‍ન સેવી રહયો છે. તેવું પરોક્ષ -અપરોક્ષ ધીમે ધીમે ચિત્ર ઉપસી રહેલ છે.

સિધ્‍ધાંત અને નિષ્‍ઠાનું અવમુલ્‍યન પરોક્ષ  અગર અપરોક્ષ કરી હાલ પણ સત્તા જાળવવા જે ચહલ પહલ કરી રહેલ છે અને કરી રહયો છે. તે માટે દેશ પ્રેમીઓ-પ્રબુધ્‍ધ નાગરિકો ચિંતા અને વિશ્વની મોટામાં મોટી લોકશાહી ટકી શકે કે ટકાવવી શકાય ેતે દિશામાં વિચારી રહયો છે.

ભાજપ પક્ષ છેલ્લા ૩પ પાંત્રીસ વરસથી અસ્‍તીત્‍વમાં આવેલ છે. એટલે યુવાની અફર આગળ છે તેમના મોભીઓ મહત્‍વકાંક્ષા અમુક વર્ગ સ્‍વીકારતો હોય પરંતુ કેટલી મુશ્‍કેલી-દેશ પર ખતરો ઉભો કરેલ છે, કરી રહયા છે.

ભાજપનો જે પક્ષમાં જન્‍મ થયો તે જનસંઘ પક્ષનું અસ્‍તીત્‍વ દેશને સબળ વિરોધ  પક્ષ તરીકે નેતૃત્‍વ પુરૂ પાડતું સિધ્‍ધાંત અવમુલ્‍યન કે બાંધછોડ નહી ખુણે ખાણે ખાંચરે જે તે સમયે જનસંઘની સ્‍થાપના કરનાર વિરોધપક્ષ તરીકે સબળ નેતૃત્‍વ પુરૂ પાડનાર જનસંઘના મોભીઓની હાજરી અને તેના નિવેદનો, હાજરી, મંતવ્‍ય વિગેરેની સતાધારી પક્ષ કોંગ્રેસ નોંધ લેતી એટલી સનમાનીયતા જનસંઘના મોભીઓની જળવાતી ટીક્કા ટીપ્‍પણી ગૌણ સંકટ સમયે બાજુએ રાખવામાં આવતા દેશી અખંડીતા જોખમાય નહી અને એવા તત્‍વોને કઇ રીતે મહાત કરવા તે માટે અરસ પરસ વિચાર વિમર્શ સતાધારી પક્ષ દેશના હિતાર્થે અને ભાવીની ચિંતા સાથે વિરોધ પક્ષને આવકારતો અને માર્ગદર્શન મેળવી સરળ ઉકેલ લાવી દેશની સમસ્‍યા હલ કરવામાં સહકાર મેળવી સાચા અર્થે લોકશાહીનુ દર્શન થતું તંદુરસ્‍તી રાજકારણમાં હતી. જે તે સમયે સબળ વિરોધ પક્ષ તરીકે જનસંઘની ભુમીકા મહત્‍વપુર્ણ સરકારમાં રહી તંદુરસ્‍ત સાથે લોકશાહીને અસર પડે નહી દેશ પર ખતરાની ઘંટડી વાગે નહી બહારના વિશ્વના દેશો આપણી નબળાઇનો લાભ લ્‍યે નહી તે નજર સમક્ષ રાખી ઘણુ કરી સતાધારી વિરોધપક્ષો અરસપરસ ભાઇચારાની ભાવના સાથે દેશના હિતાર્થે  વિચારતાં ભાજપમાં પ્રવેશ મેળવવા માટે જે રીતે સુવર્ણનો ધંધાર્થી સોનુ વહેચવા જાવ ત્‍યારે તેમની પાસે રહેલ કસોટી પથ્‍થર મુકી ઘસે, ઘસારો ઉતરી તેજાબ મુકી સોનાની ગુણવતા ચકાસે અને કિંમત નક્કી કરે અથવા જેમને ત્‍યાંથી સુવર્ણ અલંકાર (દાગીનો) ઘડાવેલ તે સુવર્ણ કારીગર કે સુવર્ણ દાગીના વહેંચનાર ધંધાર્થીને સોનુ વહેંચવા આવનાર ગ્રાહકને મોકલી વ્‍યાજબી કિંમત અપાવે તે રીતે જનસંઘ કે અન્‍ય રાજકીય પક્ષોમાં પ્રવેશ મેળવનારની વફાદારી-પ્રમાણીકતાની કસોટી થતી કાર્યરત સરકાર તોડવાની કે રાજકીય ગંદી રમત રમી કાર્યરત સરકારને નુકશાન કરવુ નહી.

 અસાધારણ સંજોગોમાં સરકારમાં પલ્‍ટો આવતા દેશદ્રોહ ગદારોને જે તે સમયે પક્ષમાં સ્‍થાન ન હતું. એક વાત સ્‍પષ્‍ટ રીતે સમજી લેશો દેશના મોટા ભાગના રાજકીય પક્ષોનું મુળ કોંગ્રેસ છે અને સિધ્‍ધાંત ખાતર અથવા અરસપરસ વિચાર વિમર્શ થતા મતભેદ ઉભા થતા તેના કારણે અલગ પડી રાજકીય પક્ષોનું અસ્‍તીત્‍વ આવ્‍યું. વિચારશરણીનો તફાવત પણ ભુલી શકાય નહી. પરંતુ તંદુરસ્‍તી લોકશાહીનું રક્ષણ દેશની વફાદારીની હતી. વર્તમાન પરિસ્‍થિતિ સતાધારી પક્ષ ભાજપ નિર્માણ કરી સત્તા લાલસા પુર્ણ કરી રહેલ અને ભવિષ્‍ય વધુને વધુ ભાજપ સત્તા મેળવે  દેશ પર એક ચક્રી શાસન ઉભુ કરી હિટલર શાહી કે સાલાઝાર શાહી તરફ પરોક્ષ અગર અપરોક્ષ જઇ રહેલ છે.

સમય આંતરે એક સમયે હિન્‍દુસ્‍તાન ભારતે સ્‍વતંત્ર મળવ્‍યા પહેલા અને ત્‍યાર બાદ સ્‍વતંત્ર મેળવી તા.ર૬ મી જાન્‍યુઆરી ૧૯પ૦ સંપુર્ણ બંધારણથી પ્રજાસતાક રાષ્‍ટ્ર બન્‍યું તે અરસામાં રાષ્‍ટ્રીય સેવક સંઘ અસ્‍તીત્‍વ જળવાય રહેલ છે. ટુંકાના નામ આર.એસ.એસ. અથવા સંઘ પરિવારની ઓળખ ધરાવે છે. તે પક્ષ પર તેમની પ્રવૃતી પર જે તે સમયની કોંગ્રેસ સરકારે પ્રતિબંધ મુકી કડવી ફરજ બજાવવી પડેલ. જે દેશના ભાવી માટે આર.એસ.એસ. કદી રાજકારણમાં સામેલ થયેલ નથી. વર્તમાન સમયમાં પણ રાજકારણથી પર છે. સત્તાસ્‍થાનમાં રહેવા દાવો આગળ ધરતુ નથી. તેમ છતા સંઘ પરિવાર નિષ્‍ઠા તાકાત તેમનું કાર્યક્ષેત્ર નોંધ લેવી જરુરી છે.

સંકટ પરિસ્‍થિતિમાં આર.એસ.એસ. સંગઠીત બની દેશ સેવામાં તેમજ મુશ્‍કેલીના સમયમાં ભયંકર રોગચાળામાં કે મોરબીની પુર હોનારત  કે અન્‍ય સંકટ સમયે તેમનું કર્તવય ફરજ નિભાવે છે પરંતુ સત્તામાં જોડાવવાની ભાવનાથી દુર રહે છે. તેના કારણે પુર્વ રાજકીયપક્ષ જનસંઘ અને વર્તમાન સતા સ્‍થાનમાં રહેલ ભારતીય જનતા પક્ષ યાને ભાજપ પ્રભાવ વર્ચસ્‍વ ધરાવે છે. સંઘ પરિવારની અવગણના કરી શકતો નથી. ભાજપના મુળમાં મોભીઓ એક યા બીજી રીતે રાષ્‍ટ્રીય સેવક સંઘમાંથી જ આવેલ છે. સિધ્‍ધાંત અને નિષ્‍ઠાનું અવમુલ્‍યન કરી સત્તા મેળવવા પદ મેળવવાની લાલચ રોકી શકય નથી. હાલ ભાજપ પ્રગતીના પંથે આગળ વધી રહયો છે અને અણીશુધ્‍ધ રહયો નથી. સતા ટકાવી રાખવા અને સતામાં રહેવા માટે નાણા ખર્ચે પદના પ્રલોભન આપી જે તે પક્ષમાંથી લોભી-સત્તા લાલચુને ખરીદ કરી ગંદકી ભેગી કરેલ છે.

આવી વ્‍યકિત-ધારાસભા, સાંસદસભ્‍ય જે પોતાના માતૃપક્ષને વફાદાર રહયો નથી. તે ભાજપનુ ભલુ કરી શકશે. આગલે દિવસે જે તે રાજકીય પક્ષનો ખેસ પહેરી વફાદારી સિધ્‍ધાંતની વાતો કરનાર અને બીજા દિવસે ભાજપ ખેંસ પહેરી માતૃપક્ષને નિચો દેખાડનાર સિધ્‍ધાંત અને મુલ્‍યોની વાતો પ્રવેશ કરેલ પક્ષમાં સમાયેલ છે તેવી સુફીયાણી વાતો કરી કયાં સુધી વિશ્વની લોકશાહીના પ્રબુધ્‍ધ નાગરીક કે જે તે રાજકીય પક્ષમાં ભળી તેમના સિધ્‍ધાંત વાતો આગળ ધરી મુરખ બનાવશે ! મુરખ વિશ્વની મોટી લોકશાહીના નાગરીકો નથી. મુરખ તો પક્ષાંતર કરેલા સ્‍વાર્થીઓ છે. જે દેશને માટે ખતરાની ઘંટડી બની રહયા છે. સમયની સાથે તેમને ઓળખી લ્‍યો. શું આવી લાલચુ વ્‍યકિત સતા લાલસા કે નિજ સ્‍વાર્થ ભરેલ રાજકારણીના હાથમાં દેશનું સુકાન સોંપાય તે ખતરાની ઘંટીથી દુર નથી. આવકાર આપનાર રાજકીય પક્ષો સ્‍વાર્થ ખાતર તેમના પાયાના સિધ્‍ધાંતોનું પણ અવમુલ્‍યન કરી ખતરો વહોરી રહેલ છે.

હાલની પ્રવર્તમાન સ્‍થિતિએ જોઇએ તો ભારત-હિન્‍દુસ્‍તાનનો મોટામાં મોટી અરબી સમુદ્રનો ગુજરાતનો છે. ૧૬૦પ એક હજાર છસો પાંચ કિલોમીટરની લંબાઇ ધરાવે છે. તેમાં પોરબંદરનું અરબી સમુદ્ર કિનારાનું મહત્‍વ અગત્‍યનું ગણાય છે. પોરબંદરનું બંદર કિનારો ર૧ં-૩૮ં  ઉતર અક્ષાંશ અને ૬૯ં-૩૭ પુર્વ રેખાંશ પર આવેલ છે. જળ માર્ગે મુખ્‍ય પ્રવેશ દ્વારા ગણાય છે. વિશ્વના મહત્‍વપુર્ણ દેશો સાથે સંકળાયેલ છે. જાપાન, સિંગાપોર, થાઇલેન્‍ડ, ઇન્‍ડોનેશીયા, શ્રીલંકા, ઇરાની અખાતના દેશો ફ્રાન્‍સ, બ્રિટન, હોલેન્‍ડ, ઇટલી, પુર્વ જર્મની, જેકોસ્‍લોવેકિયા, બલગેરીયા, રશીયા, પોલેન્‍ડ, અલ્‍જીરીયા, પનામા, કેનેડા, અને ગલ્‍ફના દેશો આફ્રિકા, પાકિસ્‍તાન વિગેરેથી જોડાયેલ સીધુ બહાર પડતું આ બંદર છે અને સમુદ્ર કિનારો ધરાવે છે.

પોરબંદરનો અરબી સમુદ્ર વિસ્‍તાર કિનારો ૧૦પ એકસો પાંચ કિલોમીટરની લંબાઇ ધરાવે છે. બારોબાર પોરબંદરનો કિનારો જોઇ જળવહેવાર માટે અને ભારતમાં પ્રવેશવા દિશા નક્કી કરાય કે ભારતના કયા રાજયમાં જવાનું છે તે નક્કી થાય સુરક્ષાની દ્રષ્‍ટિએ મહત્‍વપુર્ણ અગત્‍યતા રહેલી છે અને સમાયેલ છે. જેના કારણે જળસિમાહ સુરક્ષા એજન્‍સી ભારતીય તટરક્ષક દળ યાને કોસ્‍ટગાર્ડ તથા ભારતીય નૌસેના વડા મથકો પોરબંદરમાં રાખવામાં આવેલ છે.

હાલના તબક્કે પોરબંદરનો જળસિમાહ વિસ્‍તાર આંતરરાષ્‍ટ્રીય લાઇન જળસિમાહની અતિ સંવેદનશીલ ગણાય છે. પાકિસ્‍તાન-ઇરાન-અફઘાનીસ્‍તાન વર્તમાન સ્‍થિતિએ ખતરારૂપ ગણાય છે. થોડા વરસો પહેલા આંતકવાદીઓએ પોરબંદરની સામે આવેલ આંતરરાષ્‍ટ્રીય સરહદ ઓળંગી અંદર પ્રવેશ-ઘુસણખોરી કરવા બે વાર પ્રયત્‍ન કરો પરંતુ આપણી જળસિમાહ સુરક્ષા એજન્‍સીની સતર્કતા અટકાવી શકાયેલ, એક બોટ બાળી નાખેલ તેની નોંધ લેવાયેલ.

આ ઉપરાંત પોરબંદર હાઇ ઉપરના ભાગમાં યાને પોરબંદર હાઇ જઇ સિમાહમાં તેલના ગેસના કુવાનું સંશોધન કર્તા બે કુવા તેલના ગેસના મળી આવેલ. જે સતાવાર રીતે ભારત સરકારે જાહેર કરી લોકસભા રાજયસભામાં જાણકારી આપેલ. આજ પણ સંશોધન સમય આંતરે પોરબંદરના અરબી સમુદ્ર વિસ્‍તાર તેમજ સ્‍પર્શ કરતા વિસ્‍તારમાં ધીમીગતી ચાલુ છે. કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઇ ઉડીયન સાથે દરીયામાં પેટ્રોલીંગ કોસ્‍ટગાર્ડ નૌસેનાનું રાઉન્‍ડ કલોક ચાલુ છે. વીસ દિવસ સતાવાર રીતે ચોમાસાના કારણે એટલે કે તા.૧ જુન પછી જ જળવહેવાર ફીશીંગ બંધ થશે. ત્રણ ચાર બાદ પુનઃ યાને ચોમાસુ પુર્ણ સપ્‍ટેમ્‍બર માસમાં પુર્વત કાર્ય શરૂ થશે તે દરમ્‍યાન અરબી સમુદ્રમાં ચોમાસામાં તોફાન જોરદાર પવન દરીયામાં મોજા ઉછળતા રહેશે. ત્‍યારે આપણી જળસુરક્ષા એજન્‍સીને રફ દરીયામાં ફરજ બજાવવા માટે દેશની સુરક્ષાની વધુ જવાબદારી વહન કરવી પડે છે. દેશદ્રોહી ગદાર પ્રવૃતી કરનારા દાણચોરો ડ્રગ્‍સ માફીયા આતંકવાદીઓ ઘુસણખોરી કરવા કટીબધ્‍ધ રહે છે. તે પ્રવૃતી અટકાવવા વધુને વધુ સજાગ રહેવુ પડે છે ત્‍યારે જળસિમાહ સુરક્ષા એજન્‍સી વિશેષ જવાબદારી સંભાળી દેશની સુરક્ષા કરે છે.

પરંતુ હાલની પરિસ્‍થિતિમાં સજાગતા દાખવવી પડશે યાને એલર્ટ રહેવું પડશે. તેમજ દેશપ્રેમી ભકતો ડેન્‍જર-ચાર્લી અને રોબર્ટ-રોઝીના સરવેમાં આવે છે અને સરવે હળવાશથી કે નજર અંદાજ કરી શકાય નહી. આજ દિન સુધીના આ દેશપ્રેમી ભકતો નિઃસ્‍વાર્થ રીતે રાષ્‍ટ્રીય સેવામાં કરેલ એક પણ સરવે ખોટા પડયા નથી. જયારે વર્તમાન સ્‍થિતિએ નજર અંદાજ કરી શકાય નહી. પાકિસ્‍તાન -ઇરાન-અફઘાનીસ્‍થાન વિગેરે દેશો તરફથી દાણચોરો ડ્રગ્‍સ માફીયાઓ અને આંતકવાદીઓ સક્રિય થઇ તેમની પ્રવૃતી બિન્‍દાસ આગળ વધારી રહયા છે. તેની નોંધ લેવી જરૂરી છે અત્‍યારે હાલના સમયમાં કચ્‍છ અને એરપોર્ટ સક્રિય ગણાય છે. પરંતુ ગર્ભમાં ઇશારો પોરબંદર ગુપ્ત ગણાય છે. કોણ કન્‍સાઇમેન્‍ટનો સુત્રધાર છે તેને શોધવા માટે ખંત અને ધીરજ સાથે સબુરી જરુરી છે એટલો ઇશારો થાય છે રાજકીય રીતે પરોક્ષ અપરોક્ષ રીતે સંકળાયેલ વ્‍યકિત કર્ણોપકર્ણો ચર્ચીત સાથે તેનો ગણગણાટ છે પોરબંદરના કિનારા-વિસ્‍તારને નજર અંદાજ કરવો તે મોટી ભુલ ગણાશે પસ્‍તાવો થશે તેમ દેશપ્રેમી ભકતનું તારવણુ છે. હાલ કચ્‍છમાંથી વિપુલ પ્રમાણમાં અગણીત રકમનું માનવધનને નિર્માલ્‍ય બનાવતુ ડ્રગ્‍સ હેરોઇન કોકેઇન એમડી ડ્રગ્‍સ કન્‍ટેનરોમાંથી ઝડાપાણી આપણી સુરક્ષા એજન્‍સી જળ સિમાહની તથા રાજય સરકારની એ.ટી.એસ.ના દ્વારા બાતમી આધારે ગુજરાત સમુદ્ર વિસ્‍તારમાં ઘુસણખોરો દ્વારા કન્‍ટેનર દ્વારા તેમજ પાકિસ્‍તાનના માચ્‍છીમારો દ્વારા કરોડો રૂપીયાના પકડાયેલ હાલ બીનવારસુ છુટક છુટક પણ મળી આવે છે. તેની નોંધ લેવી જરૂરી છે.

 દેશપ્રેમી ભકત ડેન્‍જર ચાર્લી તેમજ રોબર્ટ-રોઝી પોતાના સરવે તારણથી જણાવે છે કે કોઇ પણ લોકશાહીનો આધાર સ્‍થંભ ન્‍યાયતંત્ર અને ચુંટણી પંચ ગણાય છે. હિન્‍દુસ્‍તાન ભારતમાં ન્‍યાયતંત્ર અને ચુંટણી પંચ આધાર સ્‍થંભો છે જે લોકશાહીનું રક્ષણ કરે છે અને કરી રહયા છે.

વર્તમાન ભાજપ સરકારે લોકશાહી આધાર સ્‍થંભો ન્‍યાય તંત્ર અને ચુંટણી પંચની સ્‍વતંત્રતા પર ચર્ચાઓ કર્ણોપકર્ણો થતી રહે છે. વિશ્વની મોટામાં મોટી લોકશાહી હિન્‍દુસ્‍તાન ભારતની અવઢવ ભરી સ્‍થિતિમાંથી પસાર થઇ રહી છે. સમય આંતરે ન્‍યાયતંત્રના આદરણ્‍ય ન્‍યાયધીશો વિશ્વની મોટામાં મોટી લોકશાહીને અવઢવ ભરી સ્‍થિતિમાંથી બહાર લાવવા માટે સર્વોચ્‍ચ અદાલત અને રાજયની વડી અદાલતના ન્‍યાયધીશો લોકોનો ન્‍યાયતંત્ર પર વિશ્વાસ ભરોસો ઉડી ન જાય તે માટે બંધારણમાં મર્યાદામાં રહે માર્ગદર્શન ટીપ્‍પણીઓ દ્વારા તટસ્‍થતાનું દર્શન કરાવતા રહે છે. હિન્‍દુસ્‍તાન ભારતની સંસ્‍કૃતીમાં આજથી નહી પરંતુ રામાયણ મહાભારત કાળના સમયથી સંકળાયેલ છે.

રાજાઓ ન્‍યાય તોળતા ફરીયાદ સાચો છે કે ખોટો તેની પરખ કરાવતા લોકવાણીને નજર સમક્ષ રાખતા મર્યાદા પુરૂષોતમ શ્રી રામે ધોબીની અવળી વાણીથી માતા સીતા નિર્દોષ હોવા છતા દોષીત માની સીતા માતાને વનવાસમાં મોકલી દીધા મહાભારતમાં યોગેશ્વર શ્રી કૃષ્‍ણના અનેક ઉદાહરણો ન્‍યાય માટેના તેઓરી બાલ્‍યકાળથી લઇ પૃથ્‍વી પરથી જીવંત લીલા સંકેલી ત્‍યાં સુધીના મળશે. મહાભારતના યુધ્‍ધને ધર્મ યુધ્‍ધ ગણાવી પાંડવોને મદદ કરી અને તે જ યુધ્‍ધમાંથી કુરૂક્ષેત્રના રણમેદાનમાં યોગેશ્‍વર શ્રીકૃષ્‍ણે  અર્જુનને પોતાનું વિરાટ સ્‍વરૂપ બતાવી જ્ઞાન આપ્‍યુ કે કૌરવો અને તેની સેના હણાયલ છે તુ તો માત્ર નિમિત છે. તારૂ કાર્ય કરી સ્‍વમુખેથી શ્રીમદ ભાગવત ગીતાને વહેવડાવી આજ પણ વિશ્વમાં શ્રીમદ ભાગવત ગીતા વિશ્વનો શ્રેષ્‍ઠ મહાન ગ્રંથ બની રહેલ છે. જેમ અભ્‍યાસ કરો તેમ કાઇને કાઇ મળે છે ન્‍યાયકોર્ટમાં સોગંદ આપતા શ્રીમદ ગીતાજીને હાથમાં જરૂરત કિસ્‍સામાં હાથમાં અપાય છે. સોગંદ લેવડાવવામાં આવે છે. જર્હાંગીરનો ન્‍યાય અદબ ગણાતો, જ્‍યારે આપણી આ સંસ્‍કૃતિનું ધીમી ગતિ હનન થઇ રહેલ છે. આજ પણ કોર્ટ-થાને-ન્‍યાયલયને તટસ્‍થ-ઇશ્વરનું મંદિર માને છે. જુની પેઢીના ન્‍યાય મેળવવા આવનાર બુર્ઝગ કોર્ટ-ન્‍યાય મંદિરમાં પગરખાં પહેરી પ્રવેશ કરતાં નથી. ન્‍યાયધીશને ઇશ્વરી અંશ માને છે. ત્‍યારે વર્તમાન ભા.જ.પ સરકારમાં ન્‍યાયમંદિરમાંથી મળતુ માર્ગદર્શન આદેશો પર અલ્‍પવિરામમાં મુકી દયે છે. એ રીતે બંધારણીય રીતે ન્‍યાય મેળવવા માટે અવઢવમાં રહેવું  પડે છે. જે રોજબેરોજ આવતી ટીપ્‍પણીથી જાણી શકાય અને સમજી શકાય કે સરકાર કઇ દિશામાં છે. ધીમે ધીમે ન્‍યાયની સ્‍વતંત્રતા પર કે ન્‍યાય મેળવનાર માટે ...!! સરકાર દ્વારા પણ અવગણના થતી હોય છે.

 બીજો આધાર લોકશાહીનો ચૂંટી પંચ જે બંધારણીય સ્‍વતંત્રતા ભોગવે છે. લોકશાહીનું રક્ષણ કરે છે. આજે તે પણ અવઢવ ભરી સ્‍થિતીમાં લોકચર્ચાના દાયરામાં ચર્ચિત બનતો જાય છે. લોકોના વિશ્વાસનું અવમૂલ્‍યન થતુ જાય છે અણસાર એવો છે કે બાહ્ય દેખાવ સ્‍વતંત્ર-તટસ્‍થતા છે. લોકશાહી હાવવાનો મુખ્‍ય આધાર સ્‍થંભ છે. પરંતુ તેમાં રાજકીય ભેળસેળ-સરકારના નામે સરકાર ચલાવનાર મોભીઓની પરોક્ષ-અપરોક્ષ  દખલગીરી સાથે ચૂંટણી પંચનું પ્રભુત્‍વ અને તટસ્‍થા પર અનેક સવાલો ઉભો થાય છે. કર્ણો પકર્ણ ચર્ચાના ડાયરામાં રહે છે. જ્‍યારેથી મતદાન પ્રક્રિયામાં ઇ.વી.એમ મશીન ઉપયોગ થવા લાગ્‍યો છે. ત્‍યારથી લોકશાહીના મૂળને અસર કરી રહેલ છે અને ચર્ચામાં રહે છે. વિશ્વની મોટામાં મોટી લોકશાહી હિન્‍દુસ્‍તાન ભારતની છે. તેના ટહાવવા રક્ષણ આપવા જવાબખારી બંધારણીય રીતે ચૂંટણી પંચની છે. પરંતુ તે અવઢવમાં છે. ચૂંટણી સમય તટસ્‍થ મુકત ચુંટણી લોકશાહી ઢબે કોઇની શહે શરમ કરાવવામાં આવશે તેવુ માત્ર ચૂંટણી પંચનું આશ્વાસન મળે છે. ચુંટણી પંચની અસર નીચે ચૂંટણી સમયે કામ કરતાં અધિકારીઓ રાજ્‍ય સરકારની અસરથી મુકત કરાયેલ હોય તેવા અધિકારીઓ સ્‍વતંત્ર-તટસ્‍થ ચૂંટણી જ સંબંધે મુકત મતદાન વાતો કરે છે. પરંતુ તટસ્‍થતા માટે ચૂંટણી સમયપૂર્ણા થતા રાજ્‍ય સરકારના સેવક બની જાય છે. મતદાતાઓની માંગણી બેલેટ પધ્‍ધતિની રહી છે. રાજકીય પક્ષો પણ બેલેટ પધ્‍ધતિથી મતદાન  માંગે છે. તે કેમ સ્‍વીકારવામાં આવતુ નથી ? લોકશાહીનું મુળ સડી રહ્યુ છે કે શું ? તે પ્રશ્ન છે.

(2:12 pm IST)