Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સલાયા ગામે બનાવટી લાયસન્‍સ સંદર્ભે ત્રણ શખ્‍સો સામે ગુનો :મુખ્‍ય આરોપી આંરભડાનો યુવાન

જામખંભાળીયા,તા.૧૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનાવટી લાયસન્‍સ સંદર્ભેનું એક કૌભાંડ પ્રકાશમાં આવ્‍યું છે. જેમાં આરંભડાના એક શખ્‍સ દ્વારા   સલાયા ગામના ત્રણ શખ્‍સોને બનાવી આપવામાં આવેલા બનાવટી લાયસન્‍સ પોલીસે જપ્ત કરી, આ અંગે ધોરણસર ગુનો દાખલ કર્યો છે.

 વિગત મુજબ  સલાયા ગામે રહેતા અબ્‍દુલ ઓસમાણ બારોયા, બિલાલ હારુન સુંભણીયા અને મામદ હુશેન હાજી હુદડા નામના ત્રણ શખ્‍સો પાસે બનાવટી લાયસન્‍સ હોવાનું પોલીસ કાર્યવાહીમાં ધ્‍યાને આવ્‍યું હતું. જે અંગે ખંભાળિયાની આર.ટી.ઓ. કચેરીમાં ખરાઈ કરતા ઉપરોક્‍ત ત્રણેય શખ્‍સોના લાયસન્‍સ બોગસ હોવાનું જાહેર થયું હતું.

 આ સમગ્ર પ્રકરણ અંગે તપાસમાં દ્વારકા તાલુકાના આરંભડા ખાતે રહેતો જાકીર જુસબ સંઘાર નામના શખ્‍સ દ્વારા આ પ્રકારની છેતરપિંડી કરી અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી, સરકારને નુકસાન પહોંચાડવા બનાવટી લાયસન્‍સ કઢાવી આપવામાં આવતા હતા.

આથી સલાયા મરીન પોલીસે ઉપરોક્‍ત ચારેય શખ્‍સો સામે આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૪૭૪ મુજબ ગુનો નોંધી, સલાયાના ત્રણેય શખ્‍સોની અટકાયત કરી હતી. જ્‍યારે આરંભડાના જાકીર જુસબને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. એ.એમ. પટેલ ચલાવી રહ્યા છે.

સુરજકરાડીની પરિણીતાને ત્રાસ આપી, ઘરમાંથી કાઢી મુકતા નડિયાદના સાસરીયાઓ સામે ફરિયાદ

સુરજકરાડી ગામે રહેતી અને દિનેશભાઈ બારાઈની ૩૧ વર્ષીય પરિણીત પુત્રી જીજ્ઞાબેન સેતુલકુમાર લાખાણીને તેણીના લગ્ન જીવન દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રહેતા તેણીના પતિ સેતુલકુમાર  પ્રફુલભાઈ લાખાણી, સસરા  પ્રફુલભાઈ મેઘજીભાઈ લખાણી અને સાસુ હંસાબેન દ્વારા અવાર નવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી, છૂટાછેડા આપવાની ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં પતિ સહિત ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ ૪૯૮(એ), ૫૦૪ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતો જામ દેવરીયાનો યુવાન ઝડપાયો : એકની શોધખોળ

કલ્‍યાણપુર તાલુકાના દેવળીયા ગામના ગેઈટ સામે એક દુકાન પાસેથી એક.સી.બી. પોલીસે જાહેરમાં મોબાઈલ ફોન ઉપર આઈપીએલની ક્રિકેટ મેચમાં હારજીત પર મોબાઈલ ફોનમાં ઓનલાઈન પૈસાની લેતી-દેતી કરી અને જુગાર રમી-રમાડી રહેલા જામ દેવરીયા ગામના વિજય ઉર્ફે દુળી વેજાણંદ સુવા નામના ૨૪ વર્ષના યુવાનને રોકડ તથા મોબાઈલ ફોન મળી ફુલ રૂપિયા ૨૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

આ કાર્યવાહી દરમ્‍યાન ઉપરોક્‍ત શખ્‍સ ૯૪૧૩૭૯૫૧૯૬ મોબાઈલ નંબર ધરાવતા વિનીત મુંબઈ વાલા નામના શખ્‍સ પાસેથી આઈ.ડી. ખરીદ કરી, ક્રિકેટનો સટ્ટો ખેલતો હોવાનું કબૂલ્‍યું હતું.

પતિ રિસામણે જતા વ્‍યથિત અવસ્‍થામાં દ્વારકાના યુવાનનો આપઘાત

દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્‍તારમાં રહેતા અજુભાઈ દેવશીભાઈ લધા નામના ૩૨ વર્ષના યુવાનના ધર્મપત્‍ની છેલ્લા કેટલાક દિવસોથી તેણીના માવતરે રિસામણે બેઠા હોય, અને તેણી ઘર ચલાવવા માંગતા ન હોવાથી આ બાબત અજુભાઈના મનમાં લાગી આવતા તેણે પોતાના હાથે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મળત્‍યુ નિપજયુ હતું. આ બનાવ અંગેની જાણ મળતકના ભાઈ સનાભાઈ દેવશીભાઈ લધાએ મીઠાપુર પોલીસને કરી છે.

દ્વારકા તાલુકામાં જુગાર દરોડા : ત્રણ મહિલાઓ સહિત દસ ઝડપાયા

દ્વારકાના પી.ડબલ્‍યુ.ડી. કવા. નંબર ૧૩ માં રહેતા નીતાબેન રાજેશભાઈ પરમાર નામના ૫૦ વર્ષીય મહિલા દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા પર સ્‍થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, આ સ્‍થળેથી દિલીપ જયંતિલાલ બથીયા, લલિત ભગવાનજીભાઈ બારાઈ અને દિલીપ ઘેલાભાઈ ચાનપા નામના કુલ ચાર વ્‍યક્‍તિઓને ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા ૧૨,૦૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દ્વારકા પોલીસે જૂની નગરપાલિકા પાછળના ભાગે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા મનોજ ઉર્ફે રાજ ખીમજીભાઈ ચાનપા, વિનુ ગોદળભાઈ માંગલીયા અને અજય રસિકભાઈ ત્રિવેદી નામના ત્રણ શખ્‍સોને ઝડપી લઈ કુલ રૂપિયા ૧૩,૧૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્‍ય એક જુગાર દરોડામાં ઓખા મરીન પોલીસે બર્માસલ ક્‍વાર્ટર વિસ્‍તારમાંથી તીનપત્તીનો જુગાર રમી રહેલા કુસલમબેન આમીનભાઈ ભીખલાણી, જમીબેન હાજીભાઈ ભીખલાણી અને ભીખુભાઈ ખમિસાભાઈ બોલિમ નામના કુલ ત્રણ પત્તા પ્રેમીઓને રૂપિયા ૨,૨૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભાણવડમાં દારૂ ઝડપાયો 

ભાણવડ તાલુકાના કલ્‍યાણપુર ગામે રહેતા કમલેશ જેતાભાઈ ભારવડીયા નામના ૨૨ વર્ષના યુવાનને પોલીસે રૂ. આઠ હજારની કિંમતની ૨૦ બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા વીસ હજારની કિંમતના એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૨૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્‍થો તેણે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રહીશ ચના કરમણ રાડા નામના શખ્‍સ પાસેથી મેળવ્‍યો હોવાનું પોલીસમાં કબૂલ્‍યું હતું. જે સંદર્ભે પોલીસે આગળની  તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા, મીઠાપુરમાં પીધેલા વાહન ચાલકો ઝડપાયા

ખંભાળિયા-જામનગર હાઈ-વે પર એક મંદિર પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્‍સ વગર જી.જે. ૧૦ સી.જે. ૨૩૮૪ નંબરના મોટરસાયકલ પર નીકળેલા લાલપુર તાલુકાના નવાગામ ખાતે રહેતા મેરુ વીરા લાલવાણી નામના શખ્‍સને ઝડપી લીધો હતો. આ ઉપરાંત દ્વારકા તાલુકાના ભીમરાણા વિસ્‍તારમાં રહેતા હાડા ડાયા ચાનપા નામના શખ્‍સને રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતના સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં લાલસીંગપુર ગામ પાસેથી પોલીસે ઝડપી લીધો હતો.

(1:32 pm IST)