Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વેરાવળમાં જલ્‍યાણ ગ્રુપ દ્વારા રાંદલ માતાજીના ૧૦૮ લોટા મહોત્‍સવઃ ૧૩ કલાક સુધી દર્શન

વેરાવળ, તા.૧૬: વેરાવળ શહેરમાં જલ્‍યાણ ગ્રુપ  દ્રારા છઠી વાર સમગ્ર જ્ઞાતિ સમાજના હીતાર્થે રાંદલ માતાજીના ૧૦૮ લોટા મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. જલ્‍યાણ ગ્રુપના દીપક કકકડે જણાવેલ હતું કે તેમાં બાળાઓ(ગોરણી)ને પ્રસાદી તથા ભેટઆપવામાં આવશે. મંગળવારે સવારે ૯ કલાકે પુજા અર્ચના, ૧૧થી ર બાળાઓને પ્રસાદ(ગોરણી)સાંજે પ કલાકથી માતાજીની આરાધના તથા ગરબા સાંજે ૭ કલાકે મહાઆરતી દીપમાળા તેમજ દર્શન રાત્રે ૯ થી ૧૧ રાસ ગરબા રાખવામાં આવેલ છે દર્શન ૧૩ કલાક સુધી ખુલ્લા રહેશે.

સટા બજાર લોહાણા મહાજન વંડીમાં યોજાનારા આ કાર્યક્રમમાં આજુબાજુના તમામ મંદિરોના પુજારીને આ કાર્યક્રમ દર્શનાર્થીઓ મોટી સંખ્‍યામાં દર્શનનો લાભ લઈ શકે તે માટે પ્રસાર,પ્રચાર કરવા જણાવેલ છે તેમજ ફકત નાની દીકરીઓને પ્રસાદી માટે સવારે ૧૧ થી ર લઈ આવવા દરેક પરીવારોને અપીલ કરાયેલ છે માતાજીના ભકતોમાં ભારે ઉત્‍સાહ ફેલાયેલ છે.

આ ભવ્‍ય ધાર્મિક કાર્યક્રમમા તાલાલા,સુત્રાપાડા,કોડીનાર,ઉના,ગીરગઢડા તાલુકાના શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી દર્શનાર્થીઓને લાભ લેવા અપીલ કરાયેલ છે.

પંડવા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

વેરાવળ તાલુકાના પંડવા ગામે જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમી મળતા પ્રભાસપાટણ પોલીસ સ્‍ટાફે દરોડો પાડતા નાનજી કાનાભાઈ પરમાર, અશોક કાનાભાઈ પરમાર, મણીલાલ ગોવિંદભાઈ ચૌહાણ, વીરા કાનાભાઈ પરમાર,પરષોતમ રાણાભાઈ પરમારને રોકડા રૂા.૧૧ર૪૦ સાથે ઝડપી પાડેલ હતા.

પંડવા ગામે ટ્રેકટરે મોટરસાઈકલને હડફેટે લેતા ચાલકનું મૃત્‍યુ

ઈન્‍દ્રોય ગામે રહેતા જગાભાઈ લાખાભાઈ બામણીયા મોટરસાઈકલ લઈને પંડવા જઈ રહેલ હતા ત્‍યારે પુરપાટ ઝડપે ટ્રેકટર આવી રહેલ હતું તેને હડફેટે લેતા ગંભીર ઈજાઓ થયેલ હતી જેને તાત્‍કાલીક સારવાર માં ખસેડેલ હતા જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરેલ હતા જેથી પોલીસે ટ્રેકટર ચાલક કાનજી સોલંકી રહે.માથાસુરીયા સામે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ ધરેલ છે.

થપ્‍પડ મારનાર અધિકારી સામે એટ્રોસીટીની ફરીયાદ

વેરાવળ રાજેન્‍દ્ર ભુવન રોડ ખારવા સોસાયટી પાસે રહેતા રામજીભાઈ ચાવડાએ નેશનલ હાઈવેના અધિકારી રાજીવ મહોલ્‍ત્રા સામે ફરીયાદ નોંધાવેલ છે કે સામાજીક કાર્યકર હાઈવે અધિકારીને રજુઆત કરવા ગયેલ હતા ત્‍યારે અમને બોલાવેલ હતા તેથી ત્‍યાં ગયેલ હોય ત્‍યારે અધિકારીએ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરેલ હોય બિભત્‍સ  શબ્‍દો બોલી ઝાપટ મારેલ હોય જેની ફરીયાદ પ્રભાસપાટણ પોલીસમાં નોંધાવેલ છે.

પીપળવા ગામે સગીરાનું અપહરણ

 પીપળવા ગામે રહેતા કમલેશ દેવાયતભાઈ વંશ એ તેજ ગામમાં રહેતી ૧૭ વર્ષ ૧૪ દિવસની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી જતા સુત્રાપાડા પોલીસે ગુનો નોધી આરોપીની ઝડપવા તજવીજ હાથ ધરેલ છે.

આણંદપરા ગામે ખનીજ

લઈ જતો ટ્રક ઝડપાયો

સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનીજ લઈ જતા હોય તેવી માહીતી મળતા ડોળાસા ગામ પાસેથી ટ્રક મળી આવેલ હોય તેના ડ્રાઈવર જીતુભાઈ અરજણભાઈ ખુટડ રહે.ગોરખમઢી વાળાની પુછપરછ કરતા તેમને પરેશ નારણભાઈ સોલંકી રહે.આણંદપરાના જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી જામજોધપુર જીલ્લા જામનગર રોયલ્‍ટી પાસનો ઉપયોગ કરેલ  હતો આ ખનીજ જાફરાબાદ અલ્‍ટ્રોટ્રેક સીમેન્‍ટમાં લઈ જવાતું હોય અને આ રોયલ્‍ટી પાસ નિલેષ મેરામણભાઈ છાત્રોડીયાએ આપેલ હોય જેથી એ.એસ.પી એ ખાણખનીજ વિભાગનો યોગ્‍ય કાર્યવાહી કરવા રીપોર્ટ આપેલ હતો.

(1:30 pm IST)