Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મુક્‍તાનંદ બાપુની જન્‍મ જયંતિ નિમિતે નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ

જૂનાગઢ,તા.૧૬ : ભારત સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદ બાપુ ની જન્‍મ જયંતી નિમિત્તે લાયન્‍સ ક્‍લબ જુનાગઢ રુદ્રાક્ષ તુલજા ભવાની લાયન્‍સ હોસ્‍પિટલ અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગર દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે નિશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન   મંગળવાર   સવારે ૧૦ થી ૧ વાગ્‍યા સુધી તુલજા ભવાની લાયન્‍સ હોસ્‍પિટલ ,,લોઢીયાવાડી ની બાજુમાં કરવામાં આવેલ છે આ કેમ્‍પમાં આંખના,  હાડકાના,ચામડીના, પેટના રોગોના, દાંતના,  આયુર્વેદિક ડોક્‍ટર સાથે એમડી ફિઝિશિયન અને ફિઝિયોથેરાપી ડોક્‍ટરો પોતાની સેવા આપશે.

   ધારી ખાતે રક્‍તદાન કેમ્‍પ

  મુક્‍તાનંદ જી બાપુ ના પ્રાગટય દિવસ  મંગળ વાર ના રોજ  ધારી ખાતે BAPS સ્‍વામીનારાયણ મંદિરે  રક્‍તદાન  કેમ્‍પ  રાખેલે છે તેમ કોઠારી સ્‍વામી,  દિન બંધુ સ્‍વામી, અરવિંદભાઈ દવે (પત્રકાર), પરેશભાઈ પટ્ટણી  - બજરંગ ગ્રુપ,  હિતેશભાઈ જોશી- ગાયત્રી ફાઉન્‍ડેશન,  વિનુભાઈ કાથરોટીયા-ધારી વેપારી સંગઠન, મનિષભાઈ જોશી- પ્રમુખ સમસ્‍ત  બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ-ધારી ,ભરતભાઈ પોપટ- પ્રમુખ લોહાણા મહાજન ધારી, સમસ્‍ત બ્રહ્મ સમાજ ધારી. રાજગોર બ્રાહ્મણ સમાજ ધારીએ જણાવ્‍યું છે.

આજે સાંજે સન્‍માન કાર્યક્રમ

 સૌરાષ્‍ટ્ર ક્‍ચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા આજે સાંજે ૫ કલાકે વડતાલ લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી નું સ્‍વાગત સન્‍માન બ્રહ્મસમાજ દ્વારા કરવા નું હોય કાળવા ચોક મોર્ડન ની સામે તમામ હોદ્દેદારો એ હાજર રહેવા કે.ડી.પંડયા સાહેબ, જૂનાગઢ જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ જોષી  જુનાગઢ શહેર પ્રમુખએ જણાવ્‍યું છે.

ભેંસાણમાં રક્‍તદાન કેમ્‍પ

મુકતાનંદજી બાપુના ૬૪ માં પ્રાગટય દિવસ નિમિત્તે કિરીટભાઈ પટેલ- અધ્‍યક્ષ - જીલ્લા સહકારી બેંક - જુનાગઢ, જિલ્લા ભાજપ અધ્‍યક્ષ જુનાગઢ ની પ્રેરક ઉપસ્‍થિતિમાં ભેંસાણ તાલુકા સમસ્‍ત બ્રહ્મસમાજ તથા સત ફાઉન્‍ડેશન તેમજ સંજીવની ક્‍લીનિક ભેંસાણના સયુંકત પ્રયાસથી મેગા બ્‍લડ ડોનેટ કેમ્‍પનું આયોજન મંગળવાર  - સવાર  ૮  થી ૧૨:૩૦ સુધી  સ્‍થળ - સંજીવની કલીનિક,સત કોમ્‍પલેક્ષ,જીન પ્‍લોટ,ભેસાણ ખાતે કરેલ છે.

રજિસ્‍ટ્રેશન માટે નીચેના નંબર પર સંપર્ક કરવો  : અમિતભાઈ વેગડા - ચુડા(સોરઠ) - ૯૮૭૯૯ ૯૬૫૨૦, રેનીશભાઈ મહેતા (ભેસાણ) - ૯૯૨૫૦ ૮૮૦૦૯, ડૉ.અમિતભાઈ યુ. ચૌહાણ - ૮૨૦૦૦૭૫૩૦૫, દિપકભાઈ સાવલીયા (ભેસાણ) - ૯૪૨૭૪ ૨૩૨૦૦, મેહુલભાઈ દવે (જૂનાગઢ) - ૯૫૭૪૧ ૨૫૭૫૧, નિતીનભાઈ જોષી (ભેંસાણ) - ૮૫૦૮૨ ૮૨૫૮૨, દર્શનભાઈ જોષી ચુડા - ૯૯૦૪૯૯૧૫૧૧.

(1:27 pm IST)