Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જામનગરમાં ડબલ મર્ડરની ઘટનામાં આરોપીની ધરપકડઃ રીમાન્‍ડની તજવીજ

સાસુ-જમાઇની : ાઇમ બ્રાન્‍ચની ટીમે લગધીર ઉર્ફે ટકો રાણસુરભાઇ સોરીયાને ઝડપી લઇને પૂછપરછ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬: જામનગરમાં પ્રેમ પ્રકરણમાં સાસુ-જમાઇની બેવડી હત્‍યામાં પોલીસે આરોપીને ઝડપી લઇને રીમાન્‍ડની તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં પ્રેમ પ્રકરણને લઇને એક જ કલાકની અંદર સાસુ જમાઇની બેવડી હત્‍યાનો કિસ્‍સો સામે આવ્‍યો છે. એક વર્ષ પહેલા યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવાનનું યુવતીના પરિવારના સભ્‍યોએ ઘાતકી હત્‍યા નિપજાવી છે. તો બીજી તરફ યુવકના પરિવારજનોએ પણ સામેપક્ષે સાસુની હત્‍યા કરી દેતા સનસનાટી મચી ગઇ છે. જામનગરના હાપા વિસ્‍તારમાં આવેલ યોગેશ્‍વર ધામમાં બેવડી હત્‍યાની ઘટના સામે આવી છે. ચારણ યુવકે ક્ષત્રિય પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને ત્‍યારથી જ વેરઝેર ચાલી રહ્યા હતા. રવિવારે સવારે સોમરાજ નામનો યુવક જામનગર રાજકોટ હાઇવે ઉપર પસાર થઇ રહ્યો હતો. ત્‍યારે અતુલ ઓટોના શોરૂમ નજીક યુવકને યુવતીના પરિવારજનોએ ઘેરવા પ્રયાસ કર્યો હતો. પણ યુવક શોરૂમમાં ભાગી પહોંચે ત્‍યાંજ હથિયાર સાથે યુવતીના પરિવારજનોએ આવી શોરૂમમાં જ હુમલો કરી હત્‍યા નિપજાવી હતી.

સોમરાજ નામના યુવકની હત્‍યા નિપજાવી યુવતીના પરિવારજનો ભાગી છુટયા હતા આ અંગેની જાણ થતાજ સોમરાજના પરિવારજનો શોરૂમે પહોંચ્‍યા હતા અને ત્‍યાંથી યુવતીના ઘરે મૃતક યુવાન સોમરાજના પરિવારજનોએ પહોંચીને યુવતીની માતા અને યુવકના સાસુ આશાબા ઝાલા પર જીવલેણ હુમલો કરી હત્‍યા નિપજાવી હતી. જામનગરમાં હાપા વિસ્‍તારમાં એક જ કલાકમાં હત્‍યાની બે વારદાત ને લઇને તાત્‍કાલિક પંચકોશી એ ડિવિઝન અને પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો. ત્‍યારે આ સમગ્ર બેવડી હત્‍યાને પગલે શહેરભરમાં ભારે ચર્ચા મચતા એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી કૃણાલ દેસાઇ પણ તાબડતોબ ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને ઘટના સ્‍થળે સીસીટીવી ફૂટેજ લઇને ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાંથી કેટલાક હત્‍યામાં સંડોવાયેલા લોકોને અટકમાં લઇને બંનેના મૃતદેહોને પીએમ માટે મોકલી વિધિવત ગુન્‍હો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ફરીયાદી-આનંદબા સિધ્‍ધરાજસિંહ જાડેજાએ ફરિયાદ જાહેર કરેલ જેમાં ફરીયાદીશ્રીની બહેન રૂપલબા એ આજથી દશેક માસ પહેલા સોમરાજ રાણસુર સોરીયા રહે. હાપા ખારી વિસ્‍તાર વાળા સાથે લગ્ન કરેલ હોય જેથી ફરીયાદીના માતા પિતાને લગ્ન પસંદ ન હોય. જેનું મનદુઃખ ચાલતું હોય, જેના કારણે આજરોજ સવારે ફરીયાદીના પિતાએ સોમરાજ સોરીયા ખૂન નિપજાવેલ હોય, જેનો ખાર રાખી આરોપી લગધરી સોરીયા એ ફરીયાદીના માતા આશાબા સતુભા ઝાલાના શરીરના ભાગે છરીના ઘા મારી મોત નિપજાવેલ જે અંગે ગુનો નંધાયેલ હતો.

આ ખૂનનો બનાવ બનતા ત્‍વરીત આરોપીને પકડી પાડવા માટે જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના મુજબ જીલ્લામાં નાકાબશ્રંધી કરાવવામાં આવેલ હતી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કૃણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ આ ગુન્‍હાના આરોપીને તવરીત પકડી પાડગવા માટે એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. શ્રી કે. કે. ગોહિલ તથા પો. સબ ઇન્‍સ. શ્રી આર. બી. ગોજીયા તથા એલ.સી.બી. તથા જામ પંચએ એ ડીવી. પો. સ્‍ટે.ની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી.

આ ખૂન ગુનાના આરોપીને પકડી પાડવા માટે ગુન્‍હા વાળી જગ્‍યાન. વિજીટ કરી, આજુબાજુના સીસીટીવી ફુટેજોને ચેક કરવામાં આવેલ અને ટેકનીકલ સર્વેલન્‍સની મદદ લેવામાં આવેલ હતી. આ દરમ્‍યાન એલ.સી.બી.ના યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા તથા સંજયસિંહ વાળા ને હકિકત આધારે આરોપી લગધરી ઉર્ફે લકકી ઉર્ફે ટકો રાણસુરભાઇ સોરીયા રહે. હાપા ખારી વિસ્‍તાર, તા.જી. જામનગર વાળાને ધુવાવ હાઉસીંગ બોર્ડના કવાટર્સ પાસેથી પકડી હસ્‍તગત કરી જામ પંચ એ ડીવી પો.સ્‍ટે. સોંપી આપવામાં આવેલ છે.

મજકુર આરોપી અગાઉ ખૂનની કોશિષ, મારામારી, પ્રોહીબીશનના ગુના સંડોવાયેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. શ્રી કે. કે. ગોહીલ તથા પો. સબ ઇન્‍સ. શ્રી આર. બી. ગોજીયા નાઓ તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્‍વિનભાઇ ગંધા, નાનજીભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, દિલીપભાઇ તલવાડીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ એસ. જાડેજા, કિશોરભાઇ પરમાર, ઘનશ્‍યામભાઇ ડેરવાડીયા, હીરેનભાઇ વરણવા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ભાટીયા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ડ્રાયવર-ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:25 pm IST)