Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ગુજરાતમાં ખાતેદાર ખેડૂતનાં પ્રમાણપત્ર રજીસ્‍ટર્ડ ટપાલથી મોકલવા ટીમ ગબ્‍બરની માંગ

  (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૬ : ગુજરાતના ખાતેદાર ખેડૂતના દાખલા રજી. એડી,સ્‍પીડ પોસ્‍ટ કે ઈમેલથી મળે તેવી વ્‍યવસ્‍થા કરવા ટિમ ગબ્‍બરે સરકારને સૂચન કરેલ છે

વિસાવદર ટિમ ગબ્‍બર ગુજરાતના સ્‍થાપક અને એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ મુખ્‍યમંત્રી,મહેસુલ મંત્રી,કલેકટર વિગેરેને લેખીત રજુઆત કરી સરકારને સૂચન કરી માંગણી કરવામાં આવેલ છે કે,  પ્રમાણપત્ર મેળવવા માટે સરકાર દ્વારા રૂ.૨૦૦૦/-ની ફી નક્કી કરી ઓનલાઈન અરજી કર્યે ખાતેદાર ખેડૂતના  પ્રમાણપત્ર જે તે  પ્રાંત અધિકારીની કચેરી તરફથી ઇસ્‍યુ કરવામાં આવે છે પરંતુ આજના ઝડપી જમાનામાં આ ખાતેદાર ખેડૂતના ં પ્રમાણપત્ર સરકારી કચેરી  દ્વારા સાદી ટપાલથી મોકલવામાં આવે છે અને તેના કારણે દૂરના સ્‍થળોએ રહેતા ખાતેદાર ખેડૂતોને આ  પ્રમાણપત્ર વાળી સાદી ટપાલો દિવસો સુધી મળતી નથી અને સાદી ટપાલોની સમયમર્યાદામાં ડિલિવરી થતી નથી અને ઘણાખરા કિસ્‍સામાં આવી ટપાલો મળતી પણ નથી આ સંજોગોમાં આવા ખાતેદાર ખેડૂતના  પ્રમાણપત્ર જે તે  પ્રાંત અધિકારીની કચેરી તરફથી રજી.એડી./સ્‍પીડ પોસ્‍ટથી ઇસ્‍યુ કરવામાં આવે અને સાથે સાથે ઈમેલમાં પણ પીડીએફ સ્‍વરૂપે મોકલવામાં આવે તો આજના આ ડીઝીટલ યુગમાં ઈમેલ દ્વારા આ પ્રમાણપત્ર જે તે અરજદારોને તેના અરજી સાથે રજૂ કરેલ ઇ મેઈલ મારફતે મળી જાય તેવી અને તાત્‍કાલિક આવા દાખલા ખેડૂતોને મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા આ સરકાર સમક્ષ  પ્રજાની માંગણી છે અને સરકાર આ ખાતેદાર ખેડૂતનું  પ્રમાણપત્ર ઇસ્‍યુ કરવામાં રૂ.૨૦૦૦/-ની વસુલ કરતી હોય ત્‍યારે આ પ્રમાણપત્ર રજી.એડી/ સ્‍પીડ પોસ્‍ટથી તથા ઈમેલથી જે તે કચેરી માંથી મોકલાય તેવી ટિમ ગબ્‍બરની માંગ છે.

(1:24 pm IST)