Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જુનાગઢમાં સશસ્ત્ર હુમલો કરનારા વેરાવળના સહકારી વકીલ સહિત પાંચ શખ્‍સો ઝબ્‍બે

જુનાગઢ, તા., ૧૬: તા.૧ર-પ-ર૦રરના ઝાંઝરડા રોડ ઉપર આવેલ નંદનવન બી એપાર્ટમેન્‍ટમાં રહેતા હિરેનભાઇ ચીમનલાલ ભુત રહે. જુનાગઢ વાળાની મોટર સાયકલમાં પેટ્રોલ ઓછુ થતુ હોય તેથી સદર એપાર્ટમેન્‍ટમાં રહેલ સીસીટીવી ફુટેજ ચેક કરતા એપાર્ટમેન્‍ટમાં રહેતા કમલેશભાઇ વૈશ્નાણીના ઘરે આ કામના આરોપી ગિનમભાઇ જેઠવા કમલેશભાઇની ગેરહાજરીમાં આવતા જતા હોવાનું અને આરોપી નિગમભાઇ જેઠવા તથા કમલેશભાઇના પત્‍ની કિરણબેન વચ્‍ચે અફેર હોવાની વાત એપાર્ટમેન્‍ટના સીસીટીવી ફુટેજ જોતા જાહેર થતા આરોપી નિગમભાઇને તેની જાણ થતા આ મનદુઃખના કારણે જુનાગઢના રહીશ મુસ્‍તાકએ ફરીયાદીને ફોન ઉપર ગુનાહીત ધમકી આપી તથા આ કામના આરોપી નિગમભાઇ જેઠવા તથા તેની સાથેના અજાણ્‍યા ચાર માણસોએ ગે.કા. મંડળી રચી એકસંપ થઇ પોતાના હવાલાવાળી ટીયાગો ગાડીમાં આવી તલવાર તેમજ છરી જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરી. ઘેર જતા હતા ત્‍યારે રસ્‍તા ઉપર રોકી આ કામના આરોપી નિગમભાઇએ ફરી.ને ગાળો કાઢી પોતાની પાસે રહેલ તલવારથી ફરી.ને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે તથા જમણા હાથના ભાગે તેમજ જમણા પગના સાથળના ભાગે તલવારથી જીવલેણ ઇજાઓ કરી ફરી.ના હાથ તથા પગની નસો કાપી નાખી તેમજ અજાણ્‍યા ચારેય આરોપીઓએ ફરી.ને ઘેરી લઇ પોતાની પાસેની તલવાર તલવાર તેમજ છરી જેવા હથીયારોથી જમણા ખંભા તથા જમણી છાતીએ માર મારી લોહીયાળ ઇજા કર્યાનો બનાવ બનેલ. જે અંગે જુનાગઢ તાલુકા પો.સ્‍ટે.૧૧૨૦૩૦૨૫૨૨૦૩૫૪ ઇ.પી.કો. ક. ૩૦૭, ૩૨૪, ૨૯૪ (ખ), પ૦૬, ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ.

 આ બનાવમાં કાળા કલરની ટીયાગો કાર નં. જીજે ૩૨ કે ૪૭૭૧ છે. જેથી આ હકિકત આધારે કારના માલી અંગે પોકેટ કોપ એપ્‍લીકેશનની મદદથી તપાસ કરતા સદરહું કાર ચીરાગભાઇ શર્મા રહે. વેરાવળ વાળાના નામે હોવાનું જાણવા મળતા તુરંત જ પો.સ.ઇ. ડી.જી.બડવા તથા વિક્રમભાઇ ચાવડા, જયદીપભાઇ કનેરીયા તથા સાહિલભાઇ સમા સાથે ટીમ બનાવી તાત્‍કાલીક વેરાવળ રવાના થઇ કાર માલીકની તપાસ કરતા મળી આવતા તેણે જણાવેલ કે પોતાની કાર વેરાવળ કોર્ટના સરકારી વકીલ જેઠવા લઇ ગયેલ હોવાનું જણાવતા વધુ તપાસ કરતા સરકારી વકીલ માળીયા હાટીના તાલુકાના ખોરાસા  ગામના  છે અને હાલ પોતાની ઘરે જ છે. જેથી ઉપરોકત સ્‍થળે તપાસ કરતા હાજર મળી આવતા હસ્‍તગત કરી બનાવ અંગે પુછપરછ કરતા સાચી હકીકત જણાવતા ન હોય જેથી બનાવને લગત જરૂરી પુરાવા બચાવી પુછપરછ કરતા ભાંગી પડતા જણાવેલ કે તેમનીસ્ત્રી મિત્ર કિરણ જે જુનાગઢ ઝાંઝરડા ગામમાં રહે છે. તેને તેમના એપાર્ટમેન્‍ટના રહીશ અને આ કામના ફરીયાદી તથા ફરીયાદી સાથેના ત્રણ ઇસમો અવાર નવાર હેરાન પરેશાન કરતા હોય જે પોતાને ગમતુ ન હોય જેથી તા.૧ર-પ-ર૦રરના રોજ વકીલ મિત્ર આબદીભાઇ ઇસાભાઇ સુમરા, રહે. વેરાવળ તથા અફઝલ ઉર્ફે ધિધો સતારભાઇ ગોવાલ, રહે. પ્રભાસપાટણ તથા રફીક ઉર્ફે ટામેટો સતારભાઇ ચૌહાણ, રહે. વેરાવળ તથા શરીફ ઉર્ફે ભુરો ઇકબાલ ચિનાઇ, રહે. વેરાવળ વાળાએ સાથે મળી આ કામના ફરીયાદીને ઉપરોકત બનાવનો ખાર રાખી માર મારેલ હોવાની હકિકત જણાવેલ છે.

 જે હસ્‍તગત કરેલ આરોપીઓ (૧) નીગમભાઇ સ.ઓ.જેરામભાઇ ખીમજીભાઇ જેઠવા કુંભાર (ઉ.વ.૩૭) રહે. મુળ ગામ ખોરાસા (ગીર) (ર) આબીદ ઇશાભાઇ સુમરા (ઉ.વ.૪૦) રહે. નાવદ્રા ગામ, સોલંકી શેરી, વેરાવળ (૩) અફજલ ઉર્ફે ચીપો સતારભાઇ ગોવાલ પંજા પટણી (ઉ.વ.૩૦) રહે. શાહિન કોલોની, પ્રભાસપાટણ (૪) મુસ્‍તાક ગુલામ મયુદીન કાદરી  (ઉ.વ.૩૯) રહે.લીમડા ચોક, શૈયદવાડા, જુનાગઢ છે.

જુનાગઢ ડીવીજનના ના.પો.અધિ. પી.જી.જાડેજા તથા ક્રાઇમ બ્રાન્‍ચ જુનાગઢના પો.ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. શ્રી ડી.જી.બડવા તથા  એએસઆઇ વિક્રમભાઇ ચાવડા, નિકુલ  એમ.પટેલ તથા પો.હેડ કોન્‍સ. યશપાલસિંહ જાડેજા, જયદીપભાઇ કનેરીયા, પો.કોન્‍સ. સાહિલભાઇ સમા, દિવ્‍યેશભાઇ ડાભી,  મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા. પો.કોન્‍સ. જગદીશભાઇ ભાટુ વિગેરે પો.સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(1:22 pm IST)