Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

અજીતભાઇને અગાઉ ક્‍યારનાય કાર્યકારી પ્રમુખ તરીકે અખિલ ભારતીય કોળી સમાજમાંથી હટાવી ચુક્‍યા છીએ : કુંવરજીભાઇ

કોઇ બે - પાંચ વ્‍યકિતઓ મને હટાવી શકે તેમ નથી : હું સર્વ સમાજને સાથે રાખીને ચાલવાવાળો માણસ છું : કુંવરજીભાઇ બાવળિયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૬ : અખિલ ભારતીય કોળી સમાજની સ્‍થાપનાને ૫૦ વર્ષ પુરા થતા હોય સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજના બની બેઠેલા અધ્‍યક્ષ અજી ભાઇ પટેલની આગેવાનીમાં મળેલ કોળી સમાજની બેઠકમાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કુંવરજીભાઇ બાવળિયાની હકાલપટ્ટી કરતા સમગ્ર દેશના કોળી સમાજમાં ઘેરા પ્રત્‍યાઘાતો પડયા છે ત્‍યારે કુંવરજીભાઇએ નિવેદનમાં જણાવ્‍યું છે કે, અજીતભાઇ પટેલ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ છે જ નહી તેમને આવો કોળ અધિકાર નથી.
અખિલ ભારતીય કોળી સમાજના સંવિધાનના નિયમોને અવગણી બની બેઠેલ અઘ્‍યક્ષ અજીતભાઈ પટેલને ૧૪, મે, ર૦રર ના સુરત ખાતેના ગોલ્‍ડન જયુબીલી ઉજવણીના કાર્યક્રમમાં સમાજે સ્‍થાન બતાવી દીધુ. એક કેન્‍દ્રીય મંત્રી, બે રાજયમંત્રી, ચાર સમાજના ગુજરાતના ધારાસભ્‍યશ્રીઓ હાજર હોય અને ફકત ૪૦૦ થી પ૦૦ લોકો જ કાર્યક્રમમાં હાજર રહે, કોળી સમાજના લોકોએ અજીતભાઈ પટેલવાળી ટોળકીનો બહિષ્‍કાર કર્યો, અપમાનિત કરી સમાજે હડધૂત કર્યા, બની બેઠેલ નેતાની ઈજજત આબરૂના ધજાગરા ઉડાડયા.
અજીતભાઈને અગાઉ કયારનાય કાર્યકારી પ્રમુખ તરીકે અખિલ ભારતીય કોળી સમાજમાંથી હટાવી ચુકયા છીએ. આદરણીય મહામહીમ રાષ્‍ટ્રપતિની ગુજરાત મુલાકાત વખતે સમાધાન ફોર્મ્‍યુલા ઠુકરાવી, તા. ૧૪.૦૪.ર૦રર ના રોજ અમદાવાદ ધર્મસ્‍થાનમાં સમાજના મંત્રીશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, પૂર્વ સાંસદો, સમાજ પ્રમુખો જેવા ૪૦ થી પ૦ વરિષ્ઠ આગેવાનો અને ધર્મગુરૂની હાજરીમાં નકકી થયેલ સમાધાન ફોર્મ્‍યુલા (૧) ગોલ્‍ડન જયુબીલી વર્ષ કુંવરજીભાઈની અઘ્‍યક્ષતામાં ઉજવવા મનાવવુ (ર) ઉજવણી પુરી થયે કોર્ટ કેસ પરત ખેંચી બન્‍નેએ હોદા પરથી રાજીનામુ આપવા અને (૩) એક માસમાં આખાયે દેશના સંગઠન સાથેના રાજયોની મતદાર યાદી તૈયાર કરી બન્‍નેની ઉપસ્‍થિતિમાં નવી ચૂંટણી કે સમાજ કહે તો પસંદગી કરવી. આ હતી સમાધાન ફોર્મ્‍યુલા.
આ ફોર્મ્‍યુલાને અવગણી સાથે વિશ્‍વાસમાં લીધા વિના માન. રાષ્‍ટ્રપતિજી વિદેશથી વર્ચુઅલ જોડાવાના છે તેમ સમાજને ગુમરાહ કરી ૧૪ મી મે, ર૦રર ના રોજ રપ થી ૩૦ હજાર લોકોને એકઠા કરવાનું આયોજન કર્યુ. કાર્યક્રમમાં રાજય બહારના રપ૦ જેટલા અને સ્‍થાનિક મહાનુભાવોની હાજરીમાં ૪૦૦ થી પ૦૦ સમાજના લોકો એકઠા થયા.
કેટલાક મહાનુભાવોની કમાન છટકી, બંધારણની - સોસાયટીના નિયમો વિરુઘ્‍ધ બિનકાયદેસર ચાલતા સંગઠનમાં બની બેઠેલ અઘ્‍યક્ષ અજીતભાઈને દબાવી -ધમકાવી કોર્ટમાં આખી મેટર પેન્‍ડીંગ છે ત્‍યારે કુંવરજીભાઈ બાવળીયાને અઘ્‍યક્ષસ્‍થાનેથી હટાવવાનો - દુર કરવાનો ઠરાવ કરી કેટલાક લોકોને સમાજમાં સમાજકારણને બદલે રાજકારણ કરી પોતાનો રોટલો સેકવાનો ઈરાદો પાર પાડવા પ્રયત્‍ન કર્યો છે. સમાજ આવા લોકોને કયારેય માફ નહિં કરે જે સમાજમાં ખુલ્લા પડી ગયા.
જેણે કદી સમાજની વચ્‍ચે જઈ સમાજનો વિશ્‍વાસ સંપાદન નથી કર્યો, સુખ દુઃખના સાથે બની સમાજમાં ઉભા નથી રહૃાા તેવા લોકોને કુંવરજીભાઈ બાવળીયા વિશે ‘સમાજના કામ નથી કરતા' તેવી વાહિયાત વાતો કરવાનો કોઈ અધિકાર નથી. ચોટીલા જેવા બે-બે લાખ કોળી સમાજના સંમેલન કુંવરજીભાઈ બાવળીયા કરી શકે અને આગામી દિવસોમાં કરશે.
કુંવરજીભાઈ વર્કર, કર્મઠ, નિષ્ઠાવાન અને ફકત કોળી સમાજ નહિં, સર્વ સમાજને સાથે રાખી ચાલવાવાળા સર્વ સમાજના ‘સ્‍વિકૃત' લોકોના હૃ્રદયમાં સ્‍થાન પામેલ નેતા છે, તેને કોઈ બે-પાંચ વ્‍યકિતઓ હટાવી શકે તેમ નથી.

 

(11:58 am IST)