Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વિસાવદરનાં ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયાનાં આંગણે રાજકીય નેતાઓનો જમાવડો

‘ખોડલધામ'નાં નરેશ પટેલ,કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ,માજી કૃષિમંત્રી કનુભાઇ ભાલાળા સહિતનાં ધુરંધર નેતાઓની હાજરી : વિસાવદરના ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયાનાં સુપુત્ર ચિ.ડો.રાજનના શુભ લગ્ન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૬: વિસાવદરના ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયાનાં સુપુત્ર ચિ.ડો.રાજનના શુભ લગ્ન પ્રસંગે ‘મંડપ મુહૂર્ત'માં ખોડલધામનાં ચેરમેન નરેશભાઇ પટેલ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, માજી કૃષિમંત્રી કનુભાઇ ભાલાળા સહિતનાં ધુરંધર નેતાઓએ રૂડા અવસરમાં હાજરી આપી શુભેચ્‍છા પાઠવી છે.આજે સોમવારે તા.૧૬નાં રોજ સાંજે ૫ કલાકે વિસાવદરથી મોરવાડા જાન પ્રયાણ કરશે.
તા.૧૭ મંગળવારના રોજ સાંજે ૬ કલાકે વિસાવદર ખાતે ‘રિસેપ્‍શન'માં નેતાઓ,આગેવાનો,કાર્યકરો,વિશાળ શુભેચ્‍છક વર્ગ ઉપસ્‍થિત રહેશે ત્‍યારે શુભ લગ્નોત્‍સવમાં અનોખા રાજકીય જમાવડાએ પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા છે.ધારાસભ્‍ય હર્ષદભાઇ તથા તેમના ધર્મપત્‍નિ નિશાબેન સહિત સમગ્ર ‘રિબડીયા પરિવાર' સૌને હરખભેર આવકારી રહ્યા છે.

 

(11:43 am IST)