Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

પોરબંદરમાં ચિત્ર પ્રદર્શન સાથે શિલ્‍પકાર દ્વારા કાલે મોડેલિંગઅને ગ્રાફિકસ આર્ટીસ્‍ટ દ્વારા લિનોકટ પ્રિન્‍ટ મેકીંગ

પોરબંદર તા. ૧૬: કલાપ્રિય જનતા માટે તા. ૧૯ થી તા. રર સુધી ચિત્ર પ્રદર્શન ‘‘યુનિટી''નું આયોજન એચ.પી. આર્ટ સ્‍ટુડિયો દ્વારા કરવામાં આવેલ છે. આ ચિત્ર પ્રદર્શનમાં પોરબંદર જિલ્લાના ર૮ જેટલા કલાકારોના ચિત્રો, શિલ્‍પ તથા ગ્રાફીકસ કલા નિહાળી શકશો. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન તા. ૧૯ ગુરૂવારના સાંજે ૬-૦૦ કલાકે ચિત્રકાર નથુભાઇ ગરચરના હસ્‍તે રાખવામાં આવેલ છે. આ પ્રદર્શનના મુખ્‍ય મહેમાન ડો. યોગેશ એમ. સોની ઉપસ્‍થિત રહેશે.

ચિત્ર પ્રદર્શન સાથે ડેમોસ્‍ટ્રેશનમાં તા. ર૧ શનિવાર સાંજે પ-૦૦ કલાકે શિલ્‍પકાર રામભાઇ ઘડીયાલી દ્વારા કલે મોડલીંગનું ડેમોસ્‍ટ્રેશન તેમજ તા. રર રવિવાર સાંજે પ-૦૦ કલાકે અમદાવાદના જાણીતા ગ્રાફીકસ આર્ટીસ્‍ટ અલ્‍પેશ પટેલ દ્વારા લિનોકટ પ્રિન્‍ટ મેકીંગનું ડેમોસ્‍ટ્રેશન કરાશે.

પ્રદર્શનમાં ભાગ લેનાર કલાકારોમાં અમીત થાનકી, અમીતસિંહ મશાણી, અનિલ થાનકી, અંકીતા મારૂ, અશોક પરમાર, આરતી શુકલા, આશા કેશવાલા, ભારતી ગીરનારી, ભીમભાઇ કોટીયા, દિપક જાની, ધારા જુંગી, ધૃતી ગોકાણી, હરદેવસિંહ જેઠવા, હિતેશ મકવાણા, જીજ્ઞા કિશોર, કિંજલ ઓડેદરા, મોહન ચાંડપા, મોનીકાબા જેઠવા, નરેશ ગૌસ્‍વામી, નિતા કોટીયા, પરબત કેશવાલા, પરિમલ મકવાણા, રાજદિપ ગજજર, રામ ઘડીયાલી, રણજીત ઓડેદરા, રણજીત પરમાર, સોનલ ઓડેદરા, તુલસી વઘાસીયાનો સમાવેશ થાય છે.

જનતાને પ્રદર્શન તથા ડેમોસ્‍ટ્રેશન નિહાળવા આર્ટીસ્‍ટ હરદેવસિંહ પી. જેઠવા એ એક યાદીમાં જણાવ્‍યું છે.

(11:32 am IST)