Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

લોધીકામાં સ્‍વ. જયપાલસિંહ જાડેજાની પુણ્‍યતિથિએ રકતદાન કેમ્‍પમાં ૨૬૫ બોટલ રકત એકત્ર

 લોધીકાઃ અ.વા. જયપાલસિંહ ગુમાનસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે લોધિકા ગામે હર્ધ્રોલ હાઉસ માં શરૂ થયેલ ત્રિદિવસીય ભાગવત ગીતા જ્ઞાન કથાના પ્રથમ દિવસે sgvp ગુરુકુળ રીબડાના આ કથાના વક્‍તા શાષાી શ્રી સર્વમંગલ સ્‍વામી એ ભાગવત ગીતા જ્ઞાન કથા શરૂવાત કરી. ગીતાજી અંગે ઉડાન પૂર્વક ચિંતન કરી.મેદાનમાં શ્રી કૃષ્‍ણ ભગવાને અર્જુનને આપેલ ઉપદેશ અંગે સમજૂતી આપેલ હતી. શાષાી શ્રી હરીનંદન સ્‍વામીશ્રીએ વક્‍તા શાષાી શ્રી સર્વમંગલ સાથે કથામાં સુર પુરાવ્‍યો હતો. તેમજ કથાના પ્રથમ દિવસે  sgvp ગુરુકુળ રીબડાના મુખ્‍ય સંચાલક શાષાી શ્રી વિસ્‍વસ્‍વરૂપદાસ સ્‍વામી એ વિશેષ હાજરી આપી.ભગવાન સહજાનંદ સ્‍વામી વિશે ગુણાનું દાન કરી લોધિકા ઠાકોર સાહેબ જીજીબાપુ તથા અભયસિંહજી બાપુના જીવન વિશે પ્રકાશ પાડી લોધિકા ગામે ભગવાન સ્‍વામિનારાયણ ગોપાળાનંદ તથા ગુણાતીતાનંદ સ્‍વામીનું કૃપાપાત્ર ગામ છે. તે બાબતે સમજૂતી આપેલ હતી. અને અ.વા.જયપાલસિંહ ગુમાનસિંહ જાડેજાના આત્‍માને ભગવાન સ્‍વમિનારાયણનના ચરણોમાં સ્‍થાન આપે એવા આશીર્વાદ આપ્‍યા હતા. કથાના પ્રથમ દિવસે હર્ધ્રોલ હાઉસ ખાતે જાડેજા પરિવારના સભ્‍યો લોધિકા ગામના સત્‍સંગી ભાઈઓ બહેનોએ મોટી સંખ્‍યામાં હાજર રહી કથાશ્રવણનો લાભ લીધો હતો. પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિની શ્રધ્‍ધાંજલી અર્પણ કરવા રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા સ્‍વામી નારાયણ સનાતન આશ્રમ ખીરસરા શાષાી શ્રી ભક્‍તિ પ્રકાશદાસજી જયપાલસિહ સરવૈયા લોધીકા તાલુકા ક્ષત્રિય સમાજ પ્રમુખ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા પૂર્વ સરપંચ જેન્‍તીભાઇ સખિયા પૂર્વ ઉપસરપંચ કિશોરભાઈ તાલુકા સદસ્‍ય ઉમેશભાઈ પાભર તાલુકા પંચાયત પૂર્વ સદસ્‍ય ભીખાભાઈ ડાંગર નગરપીપળીયા પૂર્વ સરપંચ કમલેશભાઈ સાકરીયા બાબુભાઈ ગમારા યુવા ભાજપ અગ્રણી જયેશભાઈ સાગઠીયા તેમજ લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના અગ્રણી મહેન્‍દ્રસિંહ જાડેજા પીપળીયા પાળ બિંદુભા જાડેજા રાવકી રાજભા જાડેજા ખાંભા ભીખુભા જાડેજા તરવડા તેમજ મોટાવડા ગામના આગેવાનો ઉપસ્‍થિત રહેલ તેમજ ૨૬૫ બોટલ રક્‍તદાન થયેલ જાડેજા પરિવારના શ્રદ્ધાંજલિ તેમજ રક્‍તદાન કેમ્‍પમા ઉપસ્‍થિત રહેલ તમામ લોકોનું હરધ્રોલ હાઉસ લોધીકા જાડેજા પરિવાર વતી ભરતસિંહ જાડેજા તેમજ રણજીતસિંહ જાડેજા એ આભાર વ્‍યક્‍ત કરેલ આભાર વિધી કરી હતી. (તસ્‍વીર-અહેવાલ : સલીમ વલોરા-(લોધીકા) ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(10:42 am IST)