Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સાવરકુંડલાનું ગૌરવઃ કરાટેમાં ગોલ્‍ડ અને સિલ્‍વર મેડલ મેળવતા મહમદ ઉવેશ ભટ્ટી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૬: મુંબઇ ખાતે કરાટે ટુર્નામેન્‍ટ કલાસમાં સાવરકુંડલા મહમદ ઉવેશ ભટ્ટી ફાસ્‍ટ આવી ગિલ્‍ડ અને સિલ્‍વર મેડલ મેળવતા સમગ્ર મુસ્‍લિમ સમાજનું ગૌરવ વધારેલ હતું

સાવરકુંડલાના વતની અને મુંબઈના ઉદ્યોગપતિ અને  એન સી પીના કાર્યકર યુસુફભાઈ પરમારનો નવસો અને મહમદ શફી ભટ્ટીનો દીકરો મહમદ ઉવેશ ભટ્ટી એ મુંબઈ ખાતે કરાટે ટુર્નામેન્‍ટ માં ભાગ લીધો ગયો જેમાં મહમદ ઉવેશ ભટ્ટી એ ખૂબ જ સારો દેખાવ કરી કરાટે ટુર્નામેન્‍ટ માં પ્રથમ નંબરે આવી ગોલ્‍ડ અને સિલ્‍વર મેડલ મેળવતા મહમદ ઉવેશે મુસ્‍લિમ સમાજનું ગૌરવ વધારેલ હતું

    કરાટે ટુર્નામેન્‍ટ માં ફાસ્‍ટ આવી ગોલ્‍ડ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરનાર મહમદઉવેશ ભટ્ટીને સુન્ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવ ઉપપ્રમુખ નાસિરભાઈ ચૌહાણ સુન્ની મુસ્‍લિમ જમાતના પૂર્વ પ્રમુખ ઈકબાલ ગોરી સિપાહી જમાતના પ્રમુખ હાજી દિલાવરભાઈ ભટ્ટી આરબ જમાતના પ્રમુખ સીદીકભાઈ હિમામ ફકીર જમાતના પ્રમુખ યુનુસભાઈ ખોખર એડવોકેટ સાહિલભાઈ ચૌહાણ એડવોકેટ જુબેરભાઈ ચૌહાણ પત્રકાર સોહિલ શેખ પત્રકાર ઈંદ્રિશભાઈ જાદવ વિગેરે મુસ્‍લિમ જમાત આગેવાનો એ શુભકામનાઓ પાઠવી હતી

(10:41 am IST)