Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ભુજ માંડવી વચ્‍ચે જીપની ટક્કરે બાઇક ચાલક યુવાન દંપતીનો જીવ લીધો

પતિ પત્‍નીનું સારવાર પહેલા જ મોત : ટક્કર બાદ જીપ પલ્‍ટી મારી જતા ૫ને ઇજા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : ભુજ માંડવી વચ્‍ચે ગોડપર ગામ પાસે બોલેરો જીપે હડફેટે લેતાં બાઈક ચાલક પતિ પત્‍નીએ જીવ ગુમાવ્‍યા હતા.

મુન્‍દ્રાના ટુંડા ગામના રાજગોર સમાજના યુવાન પતિ પત્‍ની ૪૫ વર્ષીય પ્રફુલ લક્ષ્મીદાસ મોતા અને ૪૨ વર્ષીય અરૂણાબેન પ્રફુલ મોતાનું ગંભીર ઈજાઓ વચ્‍ચે સારવાર મળે તે પહેલાં જ મોત નિપજયું હતું. જયારે બોલેરો જીપ ચાલક પરિવાર ભુજના સુખપર ગામના લક્ષમણ પોપટ દાતણિયા અને અન્‍ય ૪ મે ઈજાઓ થતાં સારવાર માટે ભુજમાં ખસેડાયા છે.

(9:55 am IST)