Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ભુજમાં કાર્યક્રમ દરમિયાન અનુસૂચિત જાતિ અંગે આપત્તિજનક ઉચ્‍ચારણ બદલ લોક કલાકાર યોગેશ બોક્ષા સામે ફરિયાદ

જો કે વિરોધ ઉઠતા યોગેશ બોક્ષાએ માફી માંગી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : ભુજમાં સમરસ કાર્યાલયના કાર્યક્રમ દરમ્‍યાન લોક કલાકાર યોગેશ બોક્ષાએ અનુસૂચિત જાતિ અંગે કરેલા આપત્તિજનક ઉચ્‍ચારણ અંગે તેમની સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. જોકે, કાર્યક્રમમાં જ વિરોધ ઉઠતાં યોગેશ બોક્ષાએ જો કોઈની લાગણી દુભાઈ હોય તો પોતે માફી માંગે છે એવું કહીને મામલો શાંત પડવાનો પ્રયાસ કર્યો હતો. પણ, તેમના ઉચ્‍ચારણ અંગે ભારે વિરોધ જોવા મળ્‍યો હતો.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ભુજમાં એ ડિવિઝન પોલીસમાં ધરણા ઉપર બેસી યોગેશ બોક્ષા સામે ફરિયાદ નોધવાની માંગ ઉગ્ર બનાવી ત્‍યારે પોલીસે યોગેશ બોક્ષા સામે એટ્રોસિટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

અગ્રણીઓ નરેશ મહેશ્વરી, રમણીક ગરવા, વિશાલ પંડ્‍યા, ઈકબાલ જત, ભાવેશ બળીયા, શાંતિ મહેશ્વરી, મનોજ દનિચા, સની વણકર, ભરત મહેશ્વરી સહિત ના આગેવાનોએ ધરણા યોજી વિરોધ દર્શાવ્‍યો હતો.

(9:53 am IST)