Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ઓનર કિલિંગમાં ડબલ મર્ડર : પ્રેમલગ્ન કરનાર યુવકની હત્યા, તો બદલામાં યુવકના પરિજનો દ્વારા યુવતીની માતાનુ ઢીમ ઢાળી દેવાયું

જામનગર, તા.૧૫ : પ્રેમ લગ્નના બદલામાં અહીં બે પરિવારના સભ્યો છિનવાઈ ગયા. પ્રેમ લગ્નના બદલામાં સામ સામે હત્યા થઈ હતી. જેમાં જમાઈ અને સાસુની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. જામનગરમાં ડબલ મર્ડરની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રેમ લગ્ન કરેલા યુવક અને યુવતીના પરિવાર વચ્ચે આ હત્યાનો ખેલ ખેલાયો હતો. યુવતીના પરિવારજનોએ યુવકની હત્યા કરી નાખી હતી. જે બાદ ઉશ્કેરાયેલા યુવકના પરિવારજનોએ તેની સાસુની કરપીણ હત્યા કરી નાખી હતી. ડબલ મર્ડરની આ ઘટના બાદ પોલીસ કાફલો પણ દોડતો હતો.

શહેરમાં એક બાદ એક હત્યાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાદ યુવતીના પક્ષના લોકોએ યુવકને માર માર્યો હતો. યુવકના સાસરી પક્ષના બે લોકોએ યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ યુવક પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો.

યુવક ભાગીને નજીકના શોરુમમાં પહોંચ્યો હતો. હુમલાખોરો યુવકની પાછળ પાછળ શોરુમમાં પહોંચ્યા હતા. જ્યાં સોમરાજ નામના યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. એ પછી યુવકના પરિવારજનો પણ ઉશ્કેરાયા હતા. જે બાદ મૃતક યુવકના પરિવારજનોએ તેની સાસુની હત્યા કરી નાખી હતી. એક બાદ એક હત્યાની બે ઘટના બાદ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. હાપા વિસ્તારમાં ધોળા દિવસે જ એક બાદ એક એમ બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પ્રેમ પ્રકરણમાં બંને હત્યા થઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરીને મૃતક યુવકના આરોપીઓને ઝડપી પાડ્યા છે. યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જેનો બદલો લેવા માટે યુવતીના પરિવારે યુવકની હત્યા કરી હતી. જે બાદ યુવકના પરિવારે તેની સાસુની હત્યા કરી હતી. સાથે જ પોલીસે કેટલાંક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ, મૃતક યુવકના સાસુના હત્યારાઓ ફરાર હોવાથી તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(10:31 pm IST)