Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રાત્રે ૧૦.૩૦ વાગ્યાથી પોરબંદરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ૨૦-૨૫ કી.મી. ઝડપે પવન ફૂંકાય છે. બફારો પુષ્કળ છે.

પોરબંદરમાં આજે લગભગ ૪૪ ડિગ્રી જેવી ગરમી રહી છે. અત્યારે મોડી રાત્રે પણ સખત બફારો અને ગરમી છે. (પરેશ પારેખ, પોરબંદર)

(11:26 pm IST)
  • વાવાઝોડાની અશરને લઇને આવતીકાલે સોમવારે અને મંગળવાર 2 દિવસ વેક્સીનેશન સેન્ટર બંધ રાખવા તેજવીજ : સત્તાવાર જાહેરાત બાકી access_time 10:31 am IST

  • અમદાવાદમાં સીબીઆઈનો સપાટો: સેન્ટ્રલ ડ્ગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે મેડિકલ ઓફિસર પરાગ ગૌતમ અને આર.મોહન સાડા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા: ઘરે દરોડા પાડી રપ લાખની રોકડ કબજે લીધી : સીડીએસસીઓ કચેરીનાં બે અધિકારી સીબીઆઈની ઝપટે ચડયા છે. એક ફાર્માસ્યુટિકલ કંપની પાસે લાંચ માગી હતી. બંને અધિકારીઓને ત્યાં સીબીઆઇએ દરોડા પાડી વધુ રૂ.૨પ લાખની રોકડ રકમ જપ્ત કરી છે. પરાગ ગૌતમ અને આર.મોહનની ધરપકડ પણ થઈ હોવાનું મંતવ્ય ચેનલ નોંધે છે. બંને સામે ગાંધીનગર ગુનો નોંધાયો છે. એક અધિકારીને ત્યાંથી ૧૪ લાખની રોકડ અને બીજા અધિકારીનાં ઘરેથી ૧૧ લાખની રોકડ રકમ મળી આવી છે. access_time 4:59 pm IST

  • જામનગર, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે સોમવારે ૧૭ મેના સવારથી પવન ફૂંકાવા લાગશે અને આવતીકાલે સાંજથી વરસાદ શરૂ થઈ જશે: સૌથી ખરાબ સમય ૧૭મી આવતીકાલે સાંજથી અને મંગળવાર ૧૮મી ની રાત સુધીનો રહેશે: મોટાભાગે ૧૮મી મેના રોજ સવારથી ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાશે access_time 5:42 pm IST