Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વિસાવદરનાં 'નોખી માટીના અનોખા માનવી' સુરેશ મીસરનુ નિધન : ઘેરો શોક

વિસાવદર : સમગ્ર વિસાવદર પંથકમાં 'નોખી માટીના અનોખા માનવી'ની ઉમદા છાપ ધરાવતા ગીર જંગલનાં ભોમિયા,માલધારીઓનાં ભેરૂ અને સાધુ-સંતો સાથે નિકટનો ઘરોબો ધરાવતા સુરેશચંદ્ર અંબાલાલ મીસર ઉર્ફે "સુરેશ મીસર" (ઉ.વ.65)નુ તા.16નાં રોજ નિધન થતા ઘેરા શોકની લાગણી વ્યાપી છે.તેમનુ ટેલીફોનિક બેસણું તા.17 સોમવારનાં રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.રૂપલબેન મો.9099903646 નિકેતભાઇ મો.9824847477

(11:14 pm IST)
  • તાઉતે વાવાઝોડાની સુરતમાં અસર દેખાઈ : શહેરમાં વાદળછાયા વાતાવરણમાં પુરઝડપે પવન ફૂંકાયો : શહેરના રાંદેર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા: કેટલાક વિસ્તારમાં તુફાની પવન સાથે પતરા ઉડ્યા: તુફાની પવન અને વરસાદી છાંટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 5:32 pm IST

  • ઉત્તર પ્રદેશમાં પણ કેસ ઘટયા છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશમાં દસ હજાર આસપાસ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૩૧૧ ના મૃત્યુ થયા છે. access_time 7:46 pm IST

  • કાંઈ પણ બનવાનું હોય તો ભલે બને.. પરંતુ માછીમારી તો ચાલુ રાખવી જ પડશે, પેટ કા સવાલ હૈ.. દક્ષિણના સુપ્રસિદ્ધ અખબાર મલયલા મનોરમા માં પ્રસિદ્ધ થયેલ લાજવાબ તસવીર.. access_time 9:29 pm IST