Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

મોરબીના ટીંબડી ગામે શોટસર્કીટ થતા ગામમાં અનેક વીજ ઉપકરણો બળીને ખાખ થયા

મોરબી નજીકના ટીંબડી ગામે થાંભલામાં શોટસર્કીટ થયા બાદ ગામમાં તેની અસર જોવા મળી હતી અને ગામમાં અનેક વીજ ઉપકરણો બળીને ખાખ થયા હતા
ગત રાત્રીના સમયે મોરબીના ટીંબડી ગામે થાંભલામાં શોટસર્કીટ થવા પામ્યું હતું વીજ થાંભલામાં શોર્ટસર્કીટ થતા વીજ તાર નીચે પડ્યા હતા અને કડાકા ભડાકા થયા હતા જેના પગલે ગામમાં અનેક ઘરોમાં વીજ ઉપકરણો બળીને ખાખ થવા પામ્યા હતા જોકે કોઈ જાનહાની કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી

(9:02 pm IST)
  • ભાવનગરની સિવિલ હોસ્પિટલના ચોથા માળે શોર્ટસર્કિટના કારણે કોવિડ વોર્ડમાં આગની ઘટના : વેન્ટિલેટરમાં પણ આગ લાગતા 2 મહિલા દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા access_time 11:18 pm IST

  • પાટનગર દિલ્હીમા એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવાનો નિર્ણય: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત : કોરોના સંકટ વચ્ચે દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. હવે ર૪ મે સોમવારે સવારે પ સુધી રાજધાનીમાં લોકડાઉન ચાલુ રહેશે. આ સમય દરમિયાન નિયમોમાં કોઈ નવી છૂટછાટ નથી આપી. access_time 4:55 pm IST

  • બાંદ્રા-વર્લી સી લિંક હાઇવે ટ્રાફિક માટે બંધ કરાયો: તૌકતે વાવાઝોડાને લીધે મુંબઈનો બાંદ્રા-વર્લી સી લિંક ટ્રાફિક માટે શનિ-રવિ બંધ કરી દેવામાં આવ્યાનું મુંબઈના મેયરે જાહેર કર્યું છે. access_time 12:41 am IST